Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મોરબીના શોભેશ્વર રોડ પર મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા

મોરબીના શોભેશ્વર રોડ પર મફતિયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી લઈને પોલીસે ૨૫,૩૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે શોભેશ્વર રોડ પર દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા કિશોર કાનજી સારલા, અજય બચું બણોધરા, દશરથ મહાદેવ ઝીન્ઝવાડિયા, જયસુખ દેવજી ધામેચા, બટુક હીરા ચાવડા, હાસમ કરીમ જેડા, ગુગા મોહન પાટડીયા અને દિનેશ લધુ ચાવડા એમ આઠને ઝડપી લઈને ૨૫,૩૦૦ ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:28 pm IST)