Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મોરબીના ધરમપુર રોડ પર લાભનગર સોસાયટીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના ધરમપુર રોડ પર લાભનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
 મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે ધરમપુર રોડ પરની લાભનગર સોસાયટીમાં બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ભરત શામજી થરેસા, રામજી જેરામ સાલાણી, વિનુબેન મગન પરમાર, ભાનુબેન શમ્ભુભાઈ પરમાર, સવિતાબેન પ્રવીણભાઈ દેગામાં એમ પાંચને ઝડપી લઈને ૫૨૬૦ ની રોકડ જપ્ત કરી છે.

(11:29 pm IST)