Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

જાળીયા-બગસરા માર્ગને જોડતા પુલનું લોકાર્પણ

અમરેલી, તા.૩૧જિલ્લામાં રાજ્‍ય સરકાર દ્વારા વિકાસના કામો તેજ ગતિથી શરુ છે. વિકાસ કાર્યોની આ શ્રળંખલાના ભાગરુપે અમરેલી જિલ્લા- તાલુકાના જાળીયા ગામે વિધાનસભાના મુખ્‍ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્‍તે જાળીયા-બગસરા ધોરીમાર્ગને જોડતા નવનિર્મિત પુલનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. જાળીયા-બગસરાને જોડતા ધોરીમાર્ગ પર રુ.૬૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પુલના લોકાર્પણથી સ્‍થાનિકોની સુવિધામાં વધારો થશે તેવો વિશ્વાસ મુખ્‍ય નાયબ દંડકએ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. જિલ્લાની અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા બેઠકના વિવિધ ગામોમાં મુખ્‍ય નાયબ દંડક દ્વારા લોકદરબાર થકી સ્‍થાનિક પ્રશ્‍નોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યુ કે, રાજ્‍ય સરકાર દ્વારા સતત વિકાસ કાર્યોના માર્ગે આગળ વધી રહી છે.  ગ્રામ્‍ય વિસ્‍તારના સ્‍થાનિક વિકાસના તમામ પ્રશ્‍નોનું સ્‍થળ પર નિરાકરણ લાવવાની નેમ રાજ્‍ય સરકારની છે. તાજેતરમાં યોજાયેલા લોકદરબારોમાં ગ્રામ્‍ય વિસ્‍તારની સમસ્‍યાઓનું સ્‍થળ પર સફળતા પૂર્વક નિરાકરણ કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં ગામના ઉપસરપંચ હિંમતભાઈ નાકરાણી, તાલુકા પંચાયતના સભ્‍ય કાળુભાઈ રામાણી, તાલુકા પંચાયત માજી પ્રમુખ પ્રાગજીભાઈ હિરપરા,  જાળીયા માજી સરપંચઓ કાંતિભાઈ ગોંડલીયા,  શાંતિભાઈ પરમાર, અગ્રણી જલ્‍પેશભાઈ મોવલિયા,  સંદિપભાઈ સોલંકી,   મનિષભાઈ ગોંડલિયા,  રતિલાલભાઈ ઠુંમર સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:35 am IST)