Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

બગસરાના હામાપુર ગામે તાલુકા કક્ષાએ ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

બગસરા  : બગસરાના હામાપુર ગામે તાલુકા કક્ષાએ ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રીમતી એલ કે બાબરીયા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા હામાપુરના પટાંગણમાં મામલતદાર વીએસ જીડ દ્વારા ધ્‍વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મામલતદાર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી ત્‍યારબાદ શ્રીમતી એલ કે બાબરીયા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના પ્રિન્‍સિપાલ ભટ્ટ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કળતિઓને રજૂ કરવામાં આવી  હતી તેમજ વિદ્યાર્થીઓને શિલ્‍ડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, જિલ્લા પંચાયત સદસ્‍ય ધીરુભાઈ માયાણી, ડો સાવલિયા, ખાન, નાયબ મામલતદાર વરુ, પી ડબ્‍લ્‍યુ ડી ના બોરડ ,પીએસઆઇ ચાવડા સાહેબ, પોલીસ સ્‍ટાફ હોમગાર્ડ સ્‍ટાફ તથા તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી અને આ કાર્યક્રમ નિહાળ્‍યો હતો.(તસ્‍વીર-અહેવાલ : સમીર વીરાણી બગસરા)

(10:46 am IST)