Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

કોટડાસાંગાણીમાં સરકારી અધિકારીને રાજકીય આગેવાને માર માર્યાની ચર્ચા

થોડો સમય ગરમાવા બાદ બંન્ને પક્ષે સમાધાન થઇ જતાં મામલો પોલીસ મથકમાં ન પહોંચ્યો

કોટડાસાંગાણી તા. ૩૦: કોટડાસાંગાણીમાં ચાલુ ફરજના સરકારી અધિકારીને કોઇ રાજકીય આગેવાને લાકડી વડે જાહેરમાં માર માર્યો હોવાની વાત તાલુકાભરમાં ચર્ચાનો વિષય બની છે

એક મોટા ગજાના સરકારી અધિકારીને જાહેરમાં લાકડી વડે માર માર્યાના કિસ્સા બન્યાની વાતે તાલુકાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સાથે ભોગ બનનાર સરકારી અધિકારીને હાથના ભાગે ગલંભીર ઇજાઓ પણ થઇ હોવાની વાતો વહેતી થઇ છે માર મારવાના બનાવમાં મામલો થોડો ગરમાયો હતો પરંતુ બાદ બંને પક્ષોમાં સમાધાન થઇ જતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ન હતો પરંતુ હાલ સરકારી અધિકારીને રાજકીય આગેવાને લાકડી વડે માર મારવાની ચર્ચાએ કોટડાસાંગાણી તેમજ તાલુકા ભરમાં ચર્ચાનો વિષય બની છે.(૭.ર૬)

(11:30 am IST)