Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

કોડીનારઃ શ્રી સરસ્વતી વિદ્યામંદિર રાષ્ટ્રીય કક્ષાની કવીઝ સ્પર્ધામાં ઝળકી

 કોડીનાર : શહેરની શ્રી સરસ્વતિ વિદ્યામંદિરના શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ શાળામાં અભ્યાસ કરતા બારડ વિવેક વાળા પ્રિન્સ અને ઝણકાર સચીને તાજેતરમાં મધ્યપ્રદેશના ઇંદોર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ઓલ ઇન્ડીયા રામાનુજ મેથ્સ કલબ દ્વારા ગણિત કવીઝ વિભાગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ત્રીજા નંબરે બ્રોન્ઝ મેડલ મેળીને ગુજરાત અને કોડીનારનું ગૌરવ વધાર્યું છે. આ તકે સંસ્થાના પ્રમુખ નટુભાઇ વાળા મંત્રીશ્રી ઘેલુભાઇ ઝાલા સંચાલક ભરતભાઇ જાદવ, સુખદેવસિંહ ઝાલા, આચાર્યશ્રી રોહીતભાઇ ડોડીયા તથા સુરસિંહભાઇ પરમાર અને શાળા પરિવારે અભિનંદન પાઠવેલ છે. તસ્વીરમાં વિજેતા સ્પર્ધકો સાથે શાળાના શિક્ષકો નજરે પડે છે.

(11:29 am IST)