Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જોરદાર વરસાદના બદલે અમુક જ વિસ્તારોમાં વરસતો હળવો વરસાદ

સાર્વત્રિક વરસાદની રાહ વચ્ચે ધુપ-છાંવ સાથે બફારો યથાવત

ગોંડલ : રાજકોટ હાઇવે પર ગોંડલથી ભોજપરા સુધી કાલે સાંજે ધોધમાર વરસાદ પડયો હતો. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત  સૌરાષ્ટ્ર-કચ્છમાં જોરદાર વરસાદના બદલે અમુક જ વિસ્તારોમાં હળવો વરસાદ વરસતા ચિંતા છવાઇ છે.

છેલ્લા થોડા દિવસોથી મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને સાર્વત્રિક વરસાદના રાહ વચ્ચે ધુપ-છાંવ સાથે બફારો યથાવત છ.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, હાલ પૂર્વ રાજસ્થાન પર સવારના સમયે સાઇકલોનિક સકર્યુલેશન સર્જાતા બફારો પણ વધુ જોવા મળ્યો હતો. સવારના સમયથી સતત વાદળવછાયા વાતાવરણ વચ્ચે તડકાની અનુભૂતિ પણ લોકોને થઇ હતી. સતત વરસાદની રાહ વચ્ચે લોકોને નિરસતા જ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. કે આગામી પ દિવસ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સૂકૂં વાતાવરણ જોવા મળશે. સાથે થોડા વિસ્તારોમાં હળવોથી મધ્યમ  વરસાદ પણ પડી શકે છે.

રાજકોટ શહેરનું કાલનું મહત્તમ તાપમાન સવારના સમયે ૩૭.ર ડીગ્રી અને સાંજના સમયે ૩૬.૭ ડીગ્રી નોંધાયું હતું સામે હવામાં ભેજનું પ્રમાણ સવારના સમયે ૮૧ ટકા અને સાંજના સમયે ૪પ ટકા રહેવા પામ્યું હતું. બીજી તરફ હવાની ગતિ પણ સવારના સમયે ૧૦ કિલો મીટર પ્રતિ કલાક અને સાંજના સમયે ૮ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઇ હતી.

(11:36 am IST)