Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગોંડલના મેરવદર ગામની ઈ-ગ્રામ એજન્સીમાં વીજબિલના નાણાં સ્વીકારવામાં ગેરરીતિ બહાર આવતા એજન્સી સ્થગિત

ગ્રાહકોએ ભરેલા પૂરેપૂરા નાણાં જમા મળે તે હેતુથી પહોંચની ખરાઈ કરે, આંકડા અને શબ્દોમાં દર્શાવેલ રકમ બિલની રકમ સામે ખાસ તપાસ અને બિલ જેટલી રકમ જ જમા કરાવે તેવી ગ્રાહકોન વિનંતી કરાઈ

રાજકોટ : ગામીણ પી.જી.વી.સી.એલ.ના ગ્રાહકો જોગ આથી પી.જી.વી.સી.એલ.ના ગ્રામીણ ગ્રાહકોને ખાસ જણાવવાનું કે, તાજેતરમાં ગ્રામીણ વિસ્તારમાં ચાલતી ઈગ્રામ વિજબીલ સ્વીકાવાની સુવીઘાની કાર્યવાહી દરમ્યાન VCE ધ્વારા ગ્રાહકો સાથે છેતરપીંડીનો બનાવ સામે આવેલ છે

. ગોંડલ તાલુકાના મેરવદર ગામની ઈ-ગ્રામ એજન્સીમાં વીજ બીલનાં નાણા સ્વીકારવામાં ગેર૨ીતીની ફરીયાદ અન્વયે ત્યાંની ઈ–ગ્રામ એજન્સીની તાલુકા વિકાસ અધિકારી તેમજ પીજીવીસીએલનાં અધિકારીઓ ધ્વારા સંયુક્ત તપાસ હાથ જેમાં ત્યાંના VCE ધ્વારા ગે૨૨ીતી આચરવામાં આવેલ માલુમ પડેલ છે. જે અન્વયે મેરવદર ગામની ઈ–ગ્રામ એજન્સી સત્વરે સ્થગીત કરેલ છે. તેમજ આ સબબ તમામ ઈગામ એજન્સીઓની તલસ્પર્સી તપાસ કરવા સંબંધીતને જણાવવામાં આવેલ છે. પી.જી.વી.સી.એલ.નાં ગ્રાહકોએ ભરેલા પૂરેપૂરા નાણાં તેમને જમા મળે તે હેતુથી તેમને મળતી પહોંચની ચોકસાઈ પૂર્વક ખરાઈ કરે, આંકડા અને શબ્દોમાં દર્શાવેલ રકમ બિલની રકમ સામે ખાસ તપાસ અને બિલ જેટલી રકમ જ જમા કરાવે તેવી ગ્રાહકોન વિનંતી કરવામાં આવે છે. VCEઓને તેમનું કમીશન બિલની રકમ મળ્યા પછી PGVCL ધ્વારા તેમને ચુકવવામાં આવે છે. ગ્રાહક પાસેથી તેમને બિલ ઉપરાંત કોઈ રકમ લેવાની થતી નથી. જે ખાસ નોંધ લેવા તમામને વિનંતી છે. આ જાણકારી ગ્રાહકની તરફેણમાં અને જાગૃતતા અપાવવા માટે જાહેર હિતમાં આપવામાં આવે છે.

   
 
   
(8:51 pm IST)