Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મોરબી પાસે બંધ કારખાનામાંથી ૪.૬૪ લાખની ટાઇલ્‍સની ચોરી : બે સામે પોલીસમાં ફરીયાદ

મોરબીમાં પેટ્રોલ પુરાવવા આવેલ મહિલા સહિતના શખ્‍સો પેટ્રોલ પંપમાંથી એક લાખથી વધુ રોકડ ભરેલ બેગ ચોરી ગયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, ૩૦ : મોરબીમાં દિન-પ્રતિદિન ચોરીની ઘટના સામે આવી રહી છે. જ્‍યાં સીરામીકના બંધ કારખાનામાંથી રૂ.૪.૬૪ લાખની ટાઇલ્‍સની ચોરી થયાની ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઘુંટુ ગામે રહેતા ધવલભાઇ અશોકભાઇ કૈલાએ મોરબી તાલુકા પોલીસમાં અજાણ્‍યા આઇસર ચાલક તથા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જ્‍યાં ધવલભાઈએ ભાડે રાખેલ કોમેટ સીરામીકના બંધ કારખાનામા ગઇ તા-૨૭/૦૪/૨૦૨૨ ના રાત્રીના સાડા દસેક વાગ્‍યાથી ગઇકાલ તા-૨૮/૦૪/૨૦૨૨ ના રાતના આશરે દોઢેક વાગ્‍યા દરમ્‍યાન કોઇ અજાણ્‍યા ઇસમોએ પ્રવેશ કરી કારખાનાની અંદર આવેલ એવિયાના સીરામીકના ગોડાઉનમાથી સ્‍લેબ ટાઇલ્‍સનો પ્રીમીયમ તથા એસ.ટી.ડી માલની ૮૦૦ હૃ ૨૪૦૦ માપના સ્‍લેબ ટાઇલ્‍સના પીસ નંગ-૪૭૬ જે એક પીસની કિમત રૂપિયા-૯૭૫/-લેખે સ્‍લેબ ટાઇલ્‍સના પીસ નંગ-૪૭૬ ની કુલ કિમત રૂપિયા-૪,૬૪,૦૦૦/-ના મુદામાલાની ચોરી થઈ છે.આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે આઇ.પી.સી.કલમ-૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબીના રવાપર રોડ પર રહેતા અને લીલાપર ચોકડી પાસે પેટ્રોલપંપ ધરાવતા લીશાંતભાઈ  ત્રિભોવનભાઈ દલસાણીયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પેટ્રોલપંપ પર બે પુરુષો અને એકસ્ત્રી એમ ત્રણ અજાણ્‍યા માણસો બજાજ ડિસ્‍કવર મોટર સાઈકલ લઇ પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવા આવી તેમાંથી એક માણસે પેટ્રોલપંપના ટેબલના ખાનામાં પેટ્રોલ ડીઝલ વેચાણના રૂપિયા ૧,૦૩,૪૬૦ ભરેલ બેગ ચોરી છુપી રીતે કાઢી લઇ ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(2:13 pm IST)