Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જુનાગઢમાં એસપી સહિતના પોલીસ અધિકારીઓનું ફુટ પેટ્રોલીંગ

જુનાગઢ : હાલ રમઝાન પવિત્ર માસ ચાલી રહયો છે. ત્યારે શહેરમાં શાંતિમય વાતાવરણ જળવાય રહે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાય રહે અને મુસ્લીમ બીરાદરો શાંતિપુર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરી શકે તે નિમિતે જુનાગઢ એસપીશ્રી રવિ તેજા વાસમશેટી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા શહેરના તમામ રૂટ પર પેટ્રોલીંગ કરતા આ અધિકારીઓ સાથે એ ડીવીઝનના પી.આઇ. એમ.એમ.વાઢેર બી ડીવીઝનના પી.આઇ. આર.એસ.પટેલ સી ડીવીઝનના પી.એસ.આઇ. જે.જે.ગઢવી તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.સી. ચુડાસમા સહિત પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફ સાથે રાખી એરિયા ડોમીનેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં ફૂટ પેટ્રોલીંગ કરતા પોલીસ અધિકારીઓ નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:44 pm IST)