Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પોરબંદરઃ ખારવાના નિર્દોષ લોકો સામે થયેલા ખોટા કેસો પરત ખેંચવા માગણી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦ :.. ત્રણેક વર્ષ પહેલા એક અફવાને લીધે શહેરમાં અશાંતિ થયેલ અને તે દરિમયાન પોલીસે ૩ હજારથી વધુ લોકો સામે એફઆઇઆર દાખલ કરી હતી. જેમાં ખારવા માછીમાર સમાજના કેટલાંક નિર્દોષ લોકો સામે કેસ કરેલ છે આ તમામ કેસો પરત ખેંચી ન્‍યાય આપવા સમસ્‍ત ખારવા સમાજના વાણોટ (પ્રમુખ) પવનભાઇએ સાંસદ રમેશભાઇ ધડુકને રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં સમસ્‍ત ખારવા સમાજના વાણોટ પવનભાઇએ જણાવેલ કે ત્રણેક વર્ષ  પહેલા અધિક માસના અંતિમ દિને શહેરની પ્રદર્શિણ એટલે કે કોટ ફરવા દરમિયાન કેટલાંક આવારા તત્‍વોએ ફેલાવેલી અશાંતિથી શહેરનું વાતાવરણ ડહોળાય ગયેલ અને પોલીસે ૩ હજારથી વધુ લોકો સામે એફઆઇઆર દાખલ કરી હતી. જેમાં ખારવા માછીમાર સમાજના કેટલાંક શ્રમજીવી નિર્દોષ લોકોને પોલીસ ઘેરથી લઇ જઇને કેસ દાખલ કર્યા હતાં જે બાબતમાં ન્‍યાય આપવા માગણી કરી છે.

(12:40 pm IST)