Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પોરબંદરઃ જમીન શરત ભંગની તપાસની સુચના બાદ સર્વેયર રજા ઉપર ઉતરી ગયા છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૦: ચેમ્‍બરની જમીન શરત ભંગની તપાસ કરવા સીટી સર્વે સુપ્રીન્‍ટેન્‍ડન્‍ટની સુચના બાદ સીટી સર્વેના સર્વેયર રની ઉપર ઉતરી જતા તપાસ અટકી ગયાનું સામાજીક કાર્યકર દિનેશભાઇ માંડવીયાએ જણાવ્‍યું છે.

ચેમ્‍બર ઓફ કોમર્સને અગાઉ જુનાગઢના કલેકટરે મકાન બાંધવા માટે આપેલ પરંતુ સંસ્‍થાની જગ્‍યામાં કોમર્શીયલ બીલ્‍ડીંગ બનાવી મળતીયાઓને ભાડે આપી દીધેલ છે. આ સંબંધે દિનેશભાઇ માંડવીયાએ પોરબંદરના જીલ્લા કલેકટરને ફરીયાદ કરેલ હતી. દિનેશભાઇ માંડવીયાની ફરીયાદ બાદ જીલ્લા કલેકટર કચેરીએ તા. ૪ના સીટી સરવે સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટને આ અંગે તપાસ સોંપેલ હતી.

આ સંબંધે દિનેશભાઇ માંડવીયાએ કલેકટર કચેરી પાસેથી નકલો મેળવી ઇન્‍ચાર્જ સીટી સરવે સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ડન્‍ટને જાણ કરતા તેઓએ સરવેયર પોરબંદર ચેમ્‍બરની જગ્‍યાનું રોજકામ કરવાની સુચના આપતા અચોક્કસ મુદતની રજા ઉપર ઉતરી ગયા છે તેમ જણાવેલ હતું. આ બાબતે મુખ્‍યમંત્રીશ્રીને જાણ કરતા તેઓ તરફથી પણ મહેસુલ વિભાગને તપાસ કરવાના આદેશો થયા છે તેમ સામાજીક કાર્યકર દિનેશભાઇ માંડવીયાએ જણાવેલ છે.

(12:38 pm IST)