Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

એસ્‍સાર પોર્ટલ વિઝાગ ટર્મિનલે વિઝાગ પોર્ટ પર સૌથી મોટા ડ્રાય બલ્‍ક જહાજનું સંચાલન કર્યું અને સૌથી મોટા પાર્સલનો રેકોર્ડ કર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩૦ : ભારતમાં અત્‍યારે સૌથી મોટા આયર્ન ઓર સંચાલન સંકુલ એસ્‍સાર પોર્ટ્‍સ વિઝાગ ટર્મિનલ (ઇવીટીએલ)એ જણાવ્‍યું હતું કે, ટર્મિનલે સૌથી મોટા ડ્રાય બલ્‍ક જહાજનું સંચાલન કર્યું છે અને વિઝાગ પોર્ટમાં સૌથી મોટા પાર્સલને રેકોર્ડ કર્યું છે. વર્ષ ૨૦૧૮માં નિર્મિત, લાઇબેરિયાના ધ્‍વજ હેઠળ તરતું મૂકાયેલા બલ્‍ક કેરિયર એમ વી સ્‍ટાર એલેનીએ ૨૦ એપ્રિલ, ૨૦૨૨દ્ગક્ર રોજ ઇવીટીએલ પર સફળતાપૂર્વક લાંગર્યું હતું.
આ અત્‍યાર સુધી DWT- ૨,૦૭,૫૫૫ MT, LOA- ૨૯૯.૮૮ મીટર અને BEAM- ૫૦ મીટર સાથે ઇવીટી દ્વારા સંચાલિત સૌથી મોટું બલ્‍ક કેરિયર હતું. ટર્મિનલે એમ વી સ્‍ટાર એલેની જહાજ પર ૧,૬૫,૦૦૦ મેટ્રિક ટન (એમટી) આયર્ન ઓર ફાઇનનું સફળતાપૂર્વક રેકોર્ડ લોડિંગ કરીને વધુ એક સીમાચિહ્ન સર કર્યું હતું.
વિઝાગની ટીમે સરળતાપૂર્વક આટલા મોટા પાયે સફળતા હાંસલ કરતા એસ્‍સાર પોર્ટ્‍સના મેનેજિંગ ડિરેક્‍ટર અને એસ્‍સારના ઓપરેટિંગ પાર્ટનર (ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર) શ્રી રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે, ‘હું વિઝાગમાં ટીમને અભિનંદન આપું છં. અમારા ટર્મિનલ્‍સની માગ ઊંચી છે અને અમે માનીએ છીએ કે, અમારા ટર્મિનલ્‍સ અમારા ગ્રાહકો અને વેપારને સતત લાભ આપવા સારી સ્‍થિતિમાં છે.'
આ પ્રસંગે ઇવીટીએલના સીઇઓ શ્રી સી એચ સત્‍યાનંદે કહ્યું હતું કે, ‘આ સીમાચિહ્ન ઇવીટીએલ પર અમારા માટે ગર્વની બાબત છે. અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ આપવા આતુર છીએ.'
એસ્‍સાર પોર્ટ્‍સનું વિઝાગ ટર્મિનલ સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ માળખું ધરાવે છે, જે કાર્યદક્ષતા પ્રદાન કરે છે, જે દુનિયાભરમાં શ્રેષ્ઠ સુવિધા સાથે માપદંડ સ્‍થાપિત કરી શકે છે, તો સાથે સાથે ગ્રાહકો માટે લોજિસ્‍ટિક્‍સનો ખર્ચ ઘટાડવા પણ સક્ષમ છે. ટર્મિનલ બંગાળની ખાડીમાં વ્‍યૂહાત્‍મક રીતે સ્‍થિત છે, જે છત્તિસગઢ, દક્ષિણ ઓડિશા અને ઝારખંડમાં સ્‍થિત આયર્ન ઓરની ખાણોની નજીક છે.
તમામ હવામાનમાં ઊંડા ડ્રાફટની સુવિધા ભારતની અંદર સ્‍ટીલ ઉદ્યોગ માટે દરિયાઈ અવરજવર ઉપરાંત ચીન, જાપાન અને કોરિયા સહિત દક્ષિણપૂર્વ એશિયાના ઝડપથી વૃદ્ધિ કરતાં બજારોને સેવા આપવાનો ઉદ્દેશ ધરાવે છે

 

(11:34 am IST)