Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ભાવનગરઃ સગીરાના દુષ્‍કર્મ અપહરણના કેસમાં પકડાયેલ આરોપીને આજીવન કેદ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૩૦:  ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા શખ્‍સ સામે બળાત્‍કાર ગુજારવાનો કેસ સાબિત માની મહુવાની પોકસો અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.

ફરીયાદની હકીકત એવી છે કે આરોપી મહેન્‍દ્ર ભાયાભાઇ ઉર્ફે ભાયશંકરભાઇ ધાંધલ્‍યા જાતે પાલીવાલ બ્રાહમણ ઉ.વ.૨૨ રહે. ટીમાણા તા. તળાજા, જી. ભાવનગર વાળા તેજ ગામમાં રહેતા ફરીયાદી ની ભોગબનનાર સગીર દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી ભગાડી લઇ જઇ સગીરા સાથે શરીર સંબંધ બાંધી બળાત્‍કાર કરી ગુન્‍હો કરેલ જે કેસ સાબીત કરવા પ્રોસીક્‍યુશન પક્ષે ૧૮ સાહેદને તપાસવામાં આવેલ તેમજ આ કામે ૪૪ જેટલા દસ્‍તાવેજી પુરાવા રજુ કરી પોતાનો કેસ સાબીત કરવા કેસ ચલાવેલ જે મહુવાના ૪ થા એડી. સેશન્‍સ જજ દિવ્‍યાંગભાઇ ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજય માંડલીયા ની દલીલો સાંભળી આરોપીને પોકસો એક્‍ટની કલમ ૦૪ અન્‍વયે તકસીરવાર ઠરાવી આજીવન કેદ (તેના બાકી રહેતા કુદરતી આયુષ્‍ય સુધીની) ની સજા અને રૂા. ૨૫,૦૦૦ / નો દંડ અને દંડ ન ભરે તો ૧ વર્ષની સજા અદાલતે ફ્‌ટકારી હતી.

આ કામે ભોગ બનનારને પુનઃવસન માટે તેમજ શારિરીક માનસીક ત્રાસ સબબ પોકસો એક્‍ટની કલમ ૩૩ (સી) મુજબ તથા સી.આર.પી.સી. કલમ ૩૫૭ (એ) તથા ધ પ્રોટેક્‍શન ઓફ ચિલ્‍ડ્રન ફ્રોમ સેક્‍યુઅલ ઓફેન્‍સ રૂલ્‍સ અન્‍વયે રૂા . ૪૦,૦૦૦નું વળતર ચુકવવા અદાલતે હુકમ કરેલ.

(11:23 am IST)