Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જસદણ સરકારી હોસ્‍પિટલમાં ડો.દીપક ઓપરેશનના સેવાકાર્યમાં અનેરી સિધ્‍ધિ હાંસલ કરી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૩૦: જસદણ સરકારી હોસ્‍પિટલમાં આશરે ચાર માસથી સેવાસેતુમાં પ્રસંશનીય સેવાકાર્ય કરતા રામાણી જનરલ હોસ્‍પિટલના ખ્‍યાતનામ સર્જન ડો. દીપક રામાણી એ જસરામાણીએ દણ સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો. રાકેશ મૈત્રીના સહયોગથી આજરોજ ૪ ઓપરેશન સાથે માત્ર ચાર માસના ટૂંકા સમયમાં ગર્ભાશયની ગાંઠ - છાતીની ગાંઠ - સારણ ગાંઠ - સામાન્‍ય ગાંઠો - એપેન્‍ડીક્ષ - હરસ - મસા જેવા વિવિધ ઓપરેશન સહિતના નાના - મોટા કુલ ૧૧૨ ઓપરેશન વિના મૂલ્‍યે અને સફળતા પૂર્વક પૂર્ણ કરી તમામ દર્દીઓને વિવિધ પ્રકારની પિડાઓ માંથી છૂટકારો અપાવી નવજીવન આપવામા ડો. દીપક રામાણી એ માનવતાભરી અનેરી સિદ્ધિ હાંસલ કરતા દર્દીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે.

અડીખમ યોધ્‍ધા ડો. દીપક રામાણની અનેરી સિદ્ધિ ને જસદણ સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો. રાકેશ મૈત્રી, ડો. કે.એન.બથવાર, ડો. વિશાલ શર્મા, ડો. લક્કીરાજ પટેલ, ડો. જૈનીસ પટેલ, ડો. વિશાલ ભાયાણીᅠ સહિતના ડોક્‍ટરો - નર્સિંગ સ્‍ટાફ - વિવિધ વિભાગીય સ્‍ટાફ તેમજ યુવા ઉદ્યોગપતિ દિનેશભાઈ વેકરીયા સંજયભાઈ રામાણી રઘુભાઈ કાકડીયા વિજયભાઈ જયંતિભાઈ રાઠોડ લાલાભાઈ ઠુંમર નિઃસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવી સહિતના આગ્રણીઓએ ડો. દીપક રામાણીને અભિનંદન સહ શુભેચ્‍છાઓ પાઠવી હતી

(10:31 am IST)