Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

લખતર પાસેની નર્મદા કેનાલમાં ત્રણ વર્ષના બાળકની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૦ : લખતર તાલુકામાં પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની મુખ્‍ય નર્મદા કેનાલમા લાશો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્‍યારે ભાસ્‍કરપરા છારદ વચ્‍ચે આગરવા ડેમ પાસે આવેલી નર્મદાની મુખ્‍ય કેનાલમાં ૫૮ નંબર ગેટ પાસે કોઈ અજાણ્‍યા બાળકની લાશ તરતી હોવાનું રાહદારીએ જોતા રાહદારી દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી.

હેડ કોન્‍સ્‍ટેબલ સહિતની ટીમ ઘટનાસ્‍થળે દોડી આવી હતી અને બાળકની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢેલુ બાળક આશરે ત્રણથી ચાર વર્ષનું હોવાનું પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્‍યું હતું. જે બાળકના શરીર ઉપર જાંબલી કલરનું ટીશર્ટ પહેરેલું હતું.અને અર્ધનગ્ન અવસ્‍થામાં તરતું જોવા મળ્‍યું હતું. જેની લાશ પોલીસ દ્વારા કબજો લઈ લખતર સરકારી હોસ્‍પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જેની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચાલે છે.

હોટલ સંચાલકો સામે

કેમેરા બાબતે ગુન્‍હો

સાયલા એ.એસ.આઇ અજયભાઇ બુધેલીયા, અમરકુમાર ગઢવી સહિતના પોલીસ કર્મીઓએ સાયલા તરફની હોટલ, રેસ્‍ટોરન્‍ટના સીસીટીવીની તપાસ હાથ ધરી હતી. જેમાં વખતપર પાસે આવેલી દ્વારકેશ હોટલમાં સી.સી.ટીવી કેમેરા લગાવેલા ન હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું. જેના આધારે હોટલના કાઉન્‍ટરમાં બેઠેલા મુકેશભાઇ જેરામભાઇ ડોડાંને કેમેરા બાબતે પુછપરછ અને જય માતાજી હોટલમાં તપાસ કરતા સી.સી.ટી.વી ન હોવાનું ધ્‍યાને આવતા હોટલના સંચાલક મુનાભાઇ ભુપતભાઇ શિહોરા અને મુકેશભાઇ સામે જાહેરનામાનો ભંગ કરતા સાયલા પોલીસે ગુન્‍હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રામાં વરલી દરોડો

ધ્રાંગધ્રા સીટી પોલીસના અસ્‍લમખાન મલેક, સંજયભાઈ મુંધવા સહિત સ્‍ટાફ ધ્રાંગધ્રા ટાઉનમાં પેટ્રોલિંગમાં હતા. આ સમયે શક્‍તિ ચોક પોલીસ ચોકી પાસે પહોંચતા બાતમી મળી કે કારદાર ગુલ્‍ફી વાળાના ડેલાના ખાંચા પાસે વરલીનો જુગાર રમાઇ રહ્યો છે. આ સ્‍થળે રેડ કરતા ધ્રાંગધ્રાના કાનાભાઈ જીવાભાઇને પકડી તલાસી લેવાઈ હતી.  રોકડા ૨૬૦૦ મળી કુલ મુદ્દામાલ કબજે કરી લીધો હતો.

(12:31 pm IST)