Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

પોરબંદરમાં આઇપીએલ મેચ ઉપર સટો ખેલતા ર યુવાનો ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩૦ : આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો ખેલતા મનોજ ચત્રભુજભાઇ પોપટ તથા વલ્લભ દિલીપભાઇ ઉનડકટને એસ.ઓ.જી.એ પકડીને  આ બંન્‍ને યુવાનો પાસેથી ર મોબાઇલ કિ. રૂા.૮ હજારના જપ્‍ત કર્યા હતા.

પો. હેડ કોન્‍સ. રવિન્‍દ્રભાઇ ચાંઉં તથા મોહીતભાઇ ગોરાણીયા તથા સમીરભાઇ જુણેજાને મળેલી બાતમીના આધારે કેદારેશ્વર મંદિર પાસેથી મનોજ ચત્રભુજભાઇ પોપટ (ઉ.વ.૪૦) રહે. સુતારવાડા વલ્લભ દિલીપભાઇ ઉનડકટ (ઉ.વ.ર૮) રહે. સુતરવાડા મોબાઇલ ફોનમાં આઇ.ડી. પર ક્રિકેટ સટાનો હાર જીતનો જુગાર રમતા હોય બંન્‍નેને પકડી લીધા હતા.

બંન્‍ને યુવાનો આઇડી ભાયાવદર ગામે રહેતા  વીરાભાઇ રબારી પાસેથી લીધેલ હોવાનું જણાવતા બંને ઇસમોને મો.ફોન - ર કિ. રૂા.૮૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી કીર્તિમંદિર પો.સ્‍ટે. જુ.ધા. કલમ ૧ર મુજબ ગુનો રજીસ્‍ટર કરાવેલ છે.

ક્રિકેટ મેચ ઉપર સટો ખેલતા ર યુવાનોને પકડવાની કામગીરીમાં પીઆઇ કે.એમ.પ્રિયદર્શી તથા પીએસઆઇ આર.પી.ચુડાસમા તથા પીએસઆઇ પી.ડી.જાદવત થા એ.એસ.આઇ. એમ.એચ.બેલીમ તથા પો. હેડ કોન્‍સ. રવિભાઇ ચાંઉ, હરદાસભાઇ ગરચર, મોહિતભાઇ ગોરાણીયા, સરમણભાઇ રાતીયા, સમીરભાઇ જુણેજા, ભરતસિંહ ગોહિલ તથા પો. કોન્‍સ. દિલીપભાઇ મોઢવાડીયા, ભીમાભાઇ ઓડેદરા, તથા ડ્રા. પો. હેડ કોન્‍સ. ગીરીશભાઇ વાજા, ચંદ્રસિંહ જાડેજાનાઓ તથા ટેકનીકલ સેલના પો. કોન્‍સ.  ઉપેન્‍દ્રસિંહ જાડેજા રોકાયેલ હતા.

(11:37 am IST)