Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

જુનાગઢ જિલ્લામાં ર૩ નશાખોર, ૧૦ જુગારી શખ્‍સો ઝડપાયા

૩ ઇસમની છરી સહિતના હથિયાર સાથે ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૦: જુનાગઢ જિલ્લામાં ૨૩ નશાખોરને અને ૧૦ જુગારી શખ્‍સોને ઝડપી લેવાની સાથે ૩ ઈસમની છરી સહિતના હથિયાર સાથે ધરપકડ કરી હતી.

આગામી લોકસભા ચૂંટણીને લઇ જુનાગઢ જિલ્લામાં પોલીસ તંત્ર એક્‍શન મોડમાં આવી ગયું છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી અસામાજિક તત્‍વો સામેની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. તેના ભાગરૂપે પોલીસે જુનાગઢ શહેર તેમજ જિલ્લામાંથી કુલ ૨૩ ઈસમની કેફી પીણું હાલતમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત શીલ, વિસાવદર અને ચોરવાડ વિસ્‍તારમાં પોલીસે જુગાર દરોડા પાડીને ૧૦ જુગારીની ૧૦,૭૫૦ના મુદ્દામાલ સાથે અટક કરી હતી.

તેમજ છરી સહિતના હથિયાર સાથે રખડતા ત્રણ ઈસમને ઝડપી લઇ તેના વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(11:36 am IST)