Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

પાટડી પાસે કાર ટ્રેલર પાછળ ઘુસી ગઇ

વઢવાણઃ પાટડી તાલુકાના બજાણા ફાટક પાસે પૂરઝડપે જઈ રહેલી વર્ના ગાડી ટ્રેલર પાછળ ઘુસી જવાથી પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી.આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. અને હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બજાણા પોલીસ સ્થળે પહોંચી હતી. જયારે આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત પામેલા ચારેય શખ્સો રાધનપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.

(11:13 am IST)