Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

વેરાવળ સોમનાથ પાંચ કરોડના પેવર બ્લોકમાં ભ્રષ્ટ્રાચાર થતા આર.ટી.આઇ તળે એક વર્ષથી પાલિકા જવાબ દેતું નથી

વેરાવળ તા. ૩૦ : વેરાવળ સોમનાથ વિસ્તારમાં વોર્ડ નં.૧ થી ૧૧ માં અંદાજે પાંચેક કરોડ રૂપિયાનો પેવર બ્લોક પાથરવાની કામગીરી પુર્ણ થયેલ છે પણ તેમાં ભ્રષ્ટાચાર થયેલ હોય તેથી તેની આર.ટી.આઇ દ્વારા એક વર્ષથી માહીતી માંગવામાં આવેલ છે તેમ છતાં પાલિકા દ્વારા કોઇ જવાબ આપવામાં આવતો નથી અરજદારે હાઇકોર્ટમાં જવાનું આખરી નોટીસમાં જણાવેલ છે.

સોમનાથ પ્રભાસપાટણ રહેતા સામાજિક કાર્યકર હનીફ કાસમભાઇ કાલવાતએ જણાવેલ હતું કે ર૦૧૪ થી ર૦૧૬ બે વર્ષ દરમ્યાન વોર્ડ નં.૧ થી ૧૧ માં પેવર બ્લોક નખાયેલ હતા આશરે પાંચ કરોડ રૂપિયા જેવી માતબર રકમથી આ કામો થયેલ હોય પણ તે કામોમાં ભ્રષ્ટાચાર થયેલ હોય તેથી ર૦૧૪માં આર.ટી.આઇ મુજબ માહીતી માંગેલ કે આ પેવર બ્લોક કંઇ કંઇ કવોલીટીના વાપરેલ છે. લેબો.ટેસ્ટ કરાવેલ છે શહેરી વિકાસમાં રજુ કરી મંજુર કરાવેલ છે કંઇ રેતી, કંઇ સીમેન્ટ વાપરેલ છે કંપની પાસેથી સીધા લીધેલ છે કે ડીલર પાસેથી લીધેલ છે કેટલા ચો.મીટરનુ કામ થયેલ છે તે સહીત અનેક વિગતો આર.ટી.આઇમાં માંગેલ હોય પણ બે વર્ષથી અધિકારીઓ દ્વારા કોઇ માહીતી આપવામાં આવતી નથી અને ખોટી માહીતી આપવામાં આવે છેજેથી ગુજરાત રાજય માહીતી આયોગમાં પણ બે વખત અપીલ કરેલ છે. પણ કરોડો રૂપિયાની કામગીરી માહીતી આપવાના બદલે તમામ કાગળો પાલીકા દ્વારા કચરા ટોપલીમાં નાખવામાં આવેલ છે જેથી અરજદારે આખરી નોટીસમાં જણાવેલ છે કે જો માહીતી આપવામાં નહી આવે તો હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી કરવી પડશે તેવું જણાવેલ હતું.

પાલિકાના પેવર બ્લોકનો કરોડોના કૌભાંડની માહીતી આપવામાં ખુલ્લેઆમ બેદરકારીની ઉચ્ચ અધિકારીઓએ પણ પગલા લેવા જોઇએ તેવી માંગ કરેલ છે.

પોલીયો રસીકરણ

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકા મથકે નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા સંચાલીત આંગણવાડી કેન્દ્રોમાં રાજયના પૂર્વમંત્રી જશાભાઇ બારડ દ્વારા પોલીયાના બે ટીપા બાળકને પીવડાવીને પોલીયો બુથની શરૂઆત કરવામાં આવી સાથે સુત્રાપાડા નગરપાલિકામાં ૧૧ સ્થળ ઉપર પોલીયોના ટીપા પીવડાવવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.

ફકીર સમાજ

વેરાવળ સમસ્ત ફકીર સમાજના પ્રમુખ તરીકે જાહેર ચુંટણીમાં એકજ ઉમેદવારી ફાર્મ આવતા વલીશા શાહમદાર બીન હરીફ તરીકે જાહેર કરેલ હતા.

ધ્વજ ફરકાવાયો

વેરાવળ દર્શન સ્કુલ દ્વારા સ્કુલના પટાંગણમાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી આ પ્રસંગે બાર એસો.ના પ્રમુખ રીતેષભાઇ પંડયાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવેલ હતો.

વેરાવળ મહીલા આર્ટસ એન્ડ કોમર્સ દ્વારા તા. ર૪/૧થી તા.૩૦/૧ સુધી રાષ્ટ્રીય સેવા યોજના શીબીર આંબલીયાણા પ્રાથમીક શાળામાં યોજાયેલ હતી તેમાં રમત ગમત, સ્વચ્છતા અભિયાન, ગ્રામ સફાઇ, ભીતસુત્ર લેખન બેટી બચાવો બેટી પઢાવો સહીત અનેક વિવિધ કાર્યક્રમો યોજાયેલ હતા.વેરાવળની ગીતા વિવ્દિયાલયમાં પ્રજાસતાક પર્વની ભવ્યાતાથી ઉજવણી કરવા આવી હતી જેમાં ધ્વજવંદન , સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તસ્વી તારલાઓને ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા બહારોટમાં આવેલ અમીના પ્રાયમરી ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં પણ પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી દરેક સ્કુલોમાં તથા સરકારી સંસ્થાઓમાં ધ્વજા વંદન કરી આઝાદીના શાહીદોને યાદ કરી પ્રજાસતાક પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

સૂત્રાપાડા ખાતે ડો. ભરત બરડ શૈક્ષણીક સંકુલમાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આ નવી સંસ્થાના પ્રમુખ અને પૂર્વ મંત્રી જશાભાઇ બારડે ધ્વજા ફરકાવી તિરંગાને સલામી આપી હતી સમુહ રાષ્ટ્રગાન ગાઇ એનસીસી પરેડ કરવામાં આવી હતી ડો. આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા હતા બંધારણને યાદ કર્યું તેમજ કન્યા કેળવણી તથા સ્કુલમાં અભયાસ કરતા ૧૦ હજાર બાળકોને શિક્ષણ ઉપયોગી ગીતા સમજાવી હતુ સુત્રાપાડા સરકારી સંસ્થાઓમાં પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

(1:18 pm IST)