Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

જેતપુર દેરડી ધારમાં બકરાનો ચારો લેવા ગયેલા નાનજીભાઇ દેવીપૂજકની લાશ મળી

વિજકરંટ લાગ્યાની શંકાઃ રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૩૦: જેતપુર દેરડી ધાર પરે રહેતાં અને બકરા ચારી ગુજરાન ચલાવતાં નાનજીભાઇ પ્રાગજીભાઇ વાઘેલા (ઉ.૬૦) નામના દેવીપૂજક વૃધ્ધ ગઇકાલે સવારે ધારમાં બકરાઓનો ચારો લેવા ગયા બાદ ઘરે ન આવતાં અને સાંજે ધારમાં આવેલી પથ્થરની ખાણ પાસેની વાડીના શેઢેથી તેની લાશ મળતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મૃતક નાનજીભાઇ છ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે. પુત્ર અશોક અને સાગરના કહેવા મુજબ પિતા સવારે ચારો લેવા ગયા બાદ પાછા ન આવતાં શોધખોળ શરૂ કરી હતી. સાંજે ચારેક વાગ્યે તેની લાશ મળી હતી. તેના શરીર પર ઇજાના કોઇ નિશાન નથી. કદાચ વાડીના શેઢે કોઇએ ઢોર ન આવે તે માટે વિજ તાર બીછાવ્યા હોઇ તેમાંથી પિતાને કરંટ લાગ્યાની શંકા છે. મોતનું કારણ જાણવા પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ યથાવત રાખી છે.

(11:39 am IST)