Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ધોરાજીમાં પત્રકારના ઘર ઉપરના હૂમલાને વખોડતુ ઉપલેટા તાલુકા પત્રકાર સંઘઃ સૌરાષ્ટ્રવ્યાપી પત્રકારોનું સંમેલન બોલાવાશે

ચોથી જાગીર ઉપરનો હુમલો કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીઃ ચોટાઇ

ઉપલેટા તા.૩૦: બે દિવસ પહેલા ધોરાજીના પત્રકાર ભરતભાઇ બગડાના નિવાસ્થાને કોઇ લુખ્ખાઓએ પથ્થર મારો કરી મોટર સાઇકલમાં આગ લગાડી લોકશાહીને ચોથી જાગીરનું ગળુ ઘોટવાનો હિન પ્રયાસ કરેલ તે બાબતે ભારે રોષ આક્રોશની લાગણી સાથેના એક નિવેદનમાં ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇએ જણાવેલ છેકે છેલ્લા કેટલાક સમયથી રાજયમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો ઉપરના હુમલા માર મારવા, મોત નિપજાવવા સહીતના બનાવો સાવ સામાન્ય થઇ પડ્યા છે જેનાથી દેશની મહામુલી લોકશાહી ઉપર ખતરો ઉભો થવા પામ્યો છે કારણકે કયાંય પણ બે નંબરી કે અન્ય કાળા ધોળા ધંધા કરનારાઓને પત્રકારો ખુલ્લા પાડે છે મોટાભાગના આવા સામાજીકો સાથે સાંઠ સાંઠ હોય છે રાજકીય આગેવાનો આવા તત્વોનો ચુટણીમાં ભરપુર ઉપયોગ કરે છે તેને કારણે આવા તત્વો બેફામ બન્યા છે અને પોલીસે ધોરાજી ના બનાવમાં સંડોવાયેલાને તાત્કાલીક પકડી પાડવા જોઇએ અને રાજય સરકારે પત્રકારો માટે ખાસ કાયદો બનાવવો જોઇએ અંતમાં તેમણે જણાવેલકે ટુંક સમયમાંજ આવા બનાવોના વિરોધ માં ઉપલેટા મુકામે સૌરાષ્ટ્ર વ્યાપી પત્રકારોનું એક વિશાળ સમેલન બોલાવામાં આવશે અને પત્રકારો ઉપરના હુમલા અંગે પરામશે કરી એક પ્રતિનીધી મંડળ ગાંધીનગર ગૃહમંત્રીને રૂબરૂ રજુઆત કરવા જશે.

ઉપરાંત આ બનાવને પત્રકાર સંઘના રમેશભાઇ સાંગાણી, અતુલ ભટ્ટ, રાજુ ખાંભલા, ભરતસિંહ ચુડાસમા, જગદીશભાઇ રાઠોડ, હરેશભાઇ ચોટાઇ, ભુપતગીરી ગોસ્વામી, રાજુ શુકલ, દિનેશ ચંદ્રવાડીયા, કાનભાઇ સુવા, વિપુલ ધામેચા સહીતના પત્રકારોએ આ બનાવને વખોડી કાઢેલ છે.

(11:33 am IST)