Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

યજ્ઞએ ભગવાનનું સ્‍વરૂપ છે : પૂ. પ્રભુદાદા : પુસ્‍કરમાં ૧૦૮ કુંડી બ્રહ્મયજ્ઞ સંપન્‍ન

ભાવનગર તા. ૨૯ : અગ્નિએ દેવોનું સ્‍વરૂપ સર્વહુત યજ્ઞમાંથી પ્રેરક અને સામછેદ એમાંથી યજુષ ઉત્‍પન્‍ન થયા.

આ અમૃતવાણી પુષ્‍કર (રાજસ્‍થાન) ખાતે ૧૦૮ કુંડી બ્રહમયજ્ઞના પૂર્ણાહુતી સમારોહવેળાએ આછવાણી (નવસારી)ના ભગવદ ગુણોના વીરલધારક પૂ. પ્રભુદાદાએ પીરસી હતી. તેમણે કહ્યું કે અગ્નિના પ્રણસ્‍થાન અગ્નિએ મુળ ‘‘પરમવ્‍યોમ'' કહેતા સ્‍વર્ગમાં વસતો હતો. અને તેને માતરિશ્વાએ પૃથ્‍વિ પર ઉતાર્યો. ચૈતન્‍યને યજ્ઞમાં આહુતિ આપવાનું ઓજાર બનાવી ચિત્તને ઘી બનાવી વાણીનો વેદ તથા અધ્‍યયનને દર્ભનું આસન બનાવી શરીરનાં વિભાગ દ્વારા સુષ્‍ટિ થતી વર્ણવાય છે. યજ્ઞએ વિશ્વનું સ્‍વરૂપ છે. તેથી યજ્ઞ વડે દેવોજીત મેળવી શકતા હતા, અગ્નિએ મનુષ્‍યને પરમાત્‍મા સાથે જોડનાર દિવ્‍ય શક્‍તિ છે.

યજ્ઞ, પ્રારંભ પૂર્વે બ્રહ્માજી મંદિરે ધ્‍વજારોહણ સતયનારાયણ કથા, જરૂરીયાતમંદોને ધાબળા વષા પ્રદાન સાધુ-બ્રાહ્મણ ચોર્યાશી કુંવારીકા ભોજનનું આયોજન થયેલ. નવસારીના ઉદ્યોગપતિ બિપીનભાઇ પરમારે સમગ્ર ભારતના તીર્થક્ષેત્રો અને આછવણી (નવસારી) ખાતે આગામી તા.૩૦ ડીસે. પ્રગટેશ્વર મંદિર પાટોત્‍સવ નિઃશુલ્‍ક યજ્ઞોમાં ભાગ લેવા આવનાર ભક્‍તોએ મો. ૯૮૨૫૦ ૫૯૫૮૦ ઉપરનામ નોંધાવવા જણાવ્‍યું છે, સર્વો માટે રહેવા જમવાની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે

(11:41 am IST)