Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ધ્રોલ પાલિકા દ્વારા કરોડોના વિકાસ કામોને મંજૂરી: વિવિધ સમિતિના ચેરમેનની નિમણૂક

મહિલા પ્રમુખ જયશ્રીબેન પરમારની અઘ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ સામાન્ય સભામાં વિકાસના કામોને બહાલી

જામનગર : ભાજપ શાસિત ધ્રોલ નગરપાલિકામાં બીજી ટર્મમાં મહિલા પ્રમુખ તરીકે જયશ્રીબેન મનસુખભાઇ પરમારે પદભાર સંભાળ્યો હતો. જેમના અઘ્યક્ષ સ્થાને તાજેતરમાં પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરોડો રૂપિયાના પડતર વિકાસના કામોને તેમજ જરૂરી પ્રાથમિક કામોને બહાલી આપવામાં આવી હતી. તેમજ સાથે-સાથે વિવિધ સમિતિઓના ચેરેમેન પદે નિમણૂક પણ કરવામાં આવી હતી.

ધ્રોલ નગરપાલિકાના મહિલા પ્રમુખ જયશ્રીબેન પરમારની અઘ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ સામાન્ય સભામાં વિકાસના કામોને બહાલી આપીને વિવિધ સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી.

વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણુંક કરવામાં આવી

વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી

  • કારોબારી ચેરમેન - ગોવિંદભાઇ દલસાણીયા
  • બાંધકામ સમિતિ - સવિતાબેન વસરામભાઇ વરુ
  • ઇલેકટ્રીક સમિતિ - શરીફાબેન રફાઇ
  • પાણી પુરવઠા સમિતિ - મંગુબેન ચાવડા
  • વાહન વ્યવહાર - દીપ્તીબેન ભાલોડીયા
  • આરોગ્ય સમિતિ - શાંતુબા જાડેજા
(1:03 am IST)
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • કેરાળાના પૂર્વ મુખ્ય સચિવની ઈડીએ ધરપકડ કરી: કેરાળાના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પૂર્વ મુખ્ય સચિવ અને સસ્પેન્ડ કરાયેલા આઈએએસ ઓફિસર એમ શિવશંકરની ઈડીએ ધરપકડ કરી છે. access_time 11:38 am IST

  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST