Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

અમરેલીમાં દારૂ ભરેલી કાર ઝડપાયા

એક ગ્રે કલરની સ્‍વિફટ ફોરવ્‍હિલ ગાડી વિદેશી દારૂ ભરી અમરેલી, પ્રતાપ પરા રોડ તરફથી ચીતલ ગામ તરફ જવાની છે. અને આ હકિકત વાળી ફોર વ્‍હીલ ગાડી રીકડીયા ગામથી પસાર થવાની છે. તેવી બાતમી આધારે એલ.સી.બી. ટીમે હકિકત અન્‍વયે વોચમાં રહી પ્રોહી. બુટલેગર ઇસમને વિદેશી દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા ફોર વ્‍હીલ કાર સાથે ઝડપી લઇ, પકડાયેલ પ્રોહી. બુટલેગર ઇસમ તથા મુદ્દામાલ અમરેલી રૂરલ પોલીસ સ્‍ટેશનમાં જગુ વાલાભાઇ વાળા (ઉવ.૩૯) રહે. લાલાવદરને સોંપી આપેલ છે. જ્‍યારે ગણેશ મારવાડી રહે. અમદાવાદ ફરાર થઇ ગયો છે. પકડાયેલ મુદ્દામાલ બોટલ નંગ -૧૩૨, કિં. રૂા. ૩૫,૮૬૮ તથા મોબાઇલ ફોન નંગ -૧ કિં. રૂા. ૫.૦૦ તથા સ્‍વિફટ ફોરવ્‍હિલ રજી નં. જીજે-૩-જેઆર-૦૩૨૫ કિં. રૂા. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિં. રૂા. ૩,૩૬,૩૬૮નો મુદ્દામાલ છે. પ્રોહી બુટલેગર જગુ વાલાભાઇ વાળા વિરૂધ્‍ધમાં ખૂન, મારામારી તથા ગુજરાત પ્રોહિબિશન અધિનિયમના ભંગ સહીત ગુન્‍હાઓ રજી. થયેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચના હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:46 pm IST)