Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ધોરાજી-જામકંડોરણા સહિત સૌરાષ્ટ્ર ભરમાં ઠેર-ઠેર સૌરાષ્ટના ખેડૂત નેતા, પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે મહા રક્તદાન તેમજ સર્વરોગ નિદાન કેમ્પોનુ આયોજન કરાયૂ

ધોરાજી- જામકંડોરણા સહિત રાજ્યભરમાં ઠેર-ઠેર મહા રક્તદાન તેમજ સર્વરોગ નિદાન કેમ્પોનુ ઉદ્ઘાટન કરતા પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા : જયેશભાઈ રાદડિયા તેમજ લલીતભાઈ રાદડિયા સૌરાષ્ટ્રના તમામ મહારક્તદાન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાન કેમ્પમાં હાજરી આપી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:સૌરાષ્ટ્રના છોટે સરદાર અને ખેડૂત નેતા, પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે  ધોરાજી-જામકંડોરણા સહિત રાજ્યભરમાં ઠેર-ઠેર મહા રક્તદાન તેમજ સર્વ રોગ નિદાન કેમ્પોનું આયોજન કરવામાં આવેલછે
 નેતા અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે
સર્વરોગ નિદાન કેમ્પ, વૃક્ષારોપણ સહિત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા છોટે સરદાર સ્વ. રાદડીયાને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા જેમાં ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ અને સહકારી પરિવાર દ્વારા  મહા રક્તદાન કેમ્પ માં જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા
આ સાથે ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયાઅને હિન્દુ યોગ સંઘના પ્રમુખ હર કિશનભાઇ માવાણી કે.પી માવાણી કિશોરભાઈ રાઠોડ વી ડી પટેલ લલીતભાઈ વોરા દિલીપભાઈ હોતવાણી ભરતભાઈ બગડા નયનભાઈ કુહાડીયા જયસુખભાઈ ઠેશીયા કાંતિભાઈ જાગાણી એડવોકેટ ભુપતભાઈ કોયાણી વિમલભાઈ કોયાણી નીતિનભાઈ જાગાણી મનસુખભાઈ અંટાળા ભાજપ ધીરુભાઈ કોયાણી વિજયભાઈ બાબરીયા ગોપાલભાઈ સલાટ સહિતના અગ્રણીઓએ જયેશભાઈ રાદડિયા નું સન્માન કર્યું હતું જેતપુર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે માર્કેટીંગ ખાતે પ્રવેશદ્વારનું પણ લોકાર્પણ કરાયું હતું.
રાજકોટ ખાતે જામકંડોરણા તાલુકા પરિવાર દ્વારા સોરઠીયાવાડી મવડી બાયપાસ બાપા સીતારામ ચોક રાજકોટ ખાતે તેમજ કાલાવડ ખાતે સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા મહારક્તદાન કેમ્પ ભવ્ય રીતે યોજાયા હતા તેમજ ઉપલેટા ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા લેઉવા પટેલ સમાજ (શરીદ સર્કલ રોડ) મુકામે પણ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
ગોંડલ ખાતે શહેર અને તાલુકાની સામાજીક સંસ્થાઓ દ્વારા અને ભોજપરા ગ્રુપ દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખેલ હતો. આ ઉપરાંત જામકંડોરણા તાલુકા સર્વ જ્ઞાતિ પરિવાર અને શહેરની તમામ સામાજીક સંસ્થાઓ દ્વારા જામકંડોરણાના કન્યા વિદ્યાલય ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજી દરીદ્ર નારાયણની સેવા કરી ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાસુમન પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ જિલ્લા બેંકના ડિરેક્ટર લલીતભાઈ રાદડિયા વિગેરે અર્પણ કરેલા હતા.
આતકે જયેશભાઈ રાદડીયા,લલીતભાઈ રાદડીયા, તાલુકાભરના અગ્રણીઓ હાજર રહી શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. તેમજ રાજકોટ ખાતે રાજકોટ, પડધરી, લોધીકા તાલુકા સહકારી પરિવાર અને એસપીજી ગ્રુપ રાજકોટ દ્વારા પટેલવાડી યુનિટ-2 બેડીપરા ભાવનગર રોડ રાજકોટ દ્વારા પણ રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યા હતા.
જેતપુર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેતપુર ખાતે તેમજ જસદણ ખાતે જસદણ તાલુકા સહકારી પરિવાર દ્વારા સાણથલી જુથ સેવા સહકારી મંડળી-સાણથલી મુકામે મહારક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
તેમજ વિંછીયા તાલુકા સહકારી પરિવાર દ્વારા વિંછીયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિંછીયા માર્કેટીંગ યાર્ડ ખાતે મહારક્તદાન તેમજ સુરત ખાતે સુરભી ગ્રુપ, ખોડલધામ સમિતિ સુરત, જામકંડોરણા-ધોરાજી તાલુકા, જેતપુર તાલુકા અને સમસ્ત રાદડીયા પરિવાર દ્વારા સુરત ખાતે જુદા જુદા વિસ્તારોમાં મહારક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ સર્વરોગ નિદાન કેમ્પ સહિતના સેવાકીય પ્રવૃતિઓ કરી વિઠ્ઠલભાઈને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
કેશોદ ખાતે સર્વસમાજ દ્વારા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ જે લેઉવા પટેલ સમાજ ખાતે આયોજીત કરેલ હતું. ત્યાં દરેક લોકોને બુસ્ટર ડોઝ આપવાનું પણ આયોજન કરાયું હતું. તેમજ જુનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને કોરોના વેક્સીનનો કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈને શ્રધ્ધાસુમન અર્પણ કરેલા હતા. આ ઉપરાંત સુરત ખાતે સદભાવના જીવદયા ધુન મંડળ ધુન બોલાવીને શ્રધ્ધાસુમન અર્પણ કરલ. તેમજ અમેરિકા, લંડન, દુબઇ, ઓસ્ટ્રેલિયા સહિતના દરિયાપારના દેશમાં વસતા જામકંડોરણા કુમાર અને ક્ધયા છાત્રાલયનાં વિદ્યાર્થીઓ દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમો કરી કન્યા કેળવણીના હિમાયતી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતા. ધોરાજી હિન્દુ યુવક સંઘ તેમજ સહકારી સંસ્થા દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ સમયે રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા રાજકોટ ડિસ્ટ્રીક બેંકના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયા તેમજ રાદડિયા પરિવાર સૌરાષ્ટ્રભરમાં આજરોજ મહા રક્તદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ ના કાર્યક્રમોમાં હાજરી આપેલ હતી આ સાથે મહા રક્તદાન કેમ્પ તેમજ સર્વ નિદાન કેમ ને સફળ બનાવવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ના સહકારી ક્ષેત્રના તેમજ વિવિધ ક્ષેત્રના સામાજિક સંસ્થાઓના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી

(9:11 pm IST)