Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

પોરબંદરના સીટી મામલતદારને ૧૦ હજારનો દંડ

આરટીઆઇ હેઠળ અરજદારે માંગેલી માહીતી સમયસર નહી આપતા જાહેર માહીતી અધિકાર આયોગ દ્વારા પગલા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા,.૨૯: આરટીઆઇ હેઠળ અરજદારે માંગેલી માહીતી સમયસર નહી આપનાર સીટી મામલતદાર અર્જુન ચાવડાને જાહેર માહીતી અધિકાર આયોગ ગાંધીનગર દ્વારા ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

બોખીરા તુંબડામાં રહેતા ભરતભાઇ ગોકળભાઇ પરમાર નામના અરજદારે માહીતી અધિકાર હેઠળ ખાપટ ગામમાં પેશકદમીમાં કાર્યવાહી તથા પેશકદમીને લગતી અન્‍ય વિગતો સહીત ૩ માહીતી આપવા આરટીઆઇ અરજી સીટી મામલતદાર  અર્જુન ચાવડાને આપી હતી. પરંતુ સીટી મામલતદારે કચેરીના રેકર્ડમાં  અરજદારે માંગેલી માહીતી ઉપલબ્‍ધ છતાં સમયસર નહી આપતા અરજદારે ગાંધીનગર જાહેર માહીતી અધિકાર આયોગમાં અપીલ અરજી કરી હતી ત્‍યાર બાદ તપાસ બાદ સીટી મામલતદાર અર્જુન ચાવડાને ૧૦ હજારનો દંડ ફટકારીને અને આ દંડની રકમ સીટી મામલતદારે તેના સ્‍વયં ભંડોળમાંથી ચુકવવા હુકમ કરેલ છે.

(1:24 pm IST)