Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ખરાબ રસ્તાના મામલે હવે વિદ્યાર્થીઓ મેદાનમાં

ભેંસાણમાં ચક્કાજામ કરીને વિરોધ કર્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૯ : જૂનાગઢ જિલ્લાના શહેરી વિસ્તારો, તાલુકા મથકો અને ગામડાઓનાં રસ્તા ખેદાનમેદાન થઇ ગયા હોવાની રાવ ઉઠી છે.

ભેસાણમાં બસ સ્ટેન્ડ પાસે ૪ રોડ પર મોટા ગાબડા પડી ગયા છે. જેના કારણ એસ.ટી.બસ સહિતના વાહનોને પસાર થવાનું મુશ્કેલ બની ગયું છે.

ભેંસાણના બસ સ્ટેન્ડ નજીકના રસ્તાના મામલે અનેક વખત રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા લઇ આપવામાં નહિ આવતા આજે સવારે એસટી બસમાં અપડાઉન કરતા શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.

આ વિદ્યાર્થીઓએ ભેંસાણ ખાતે બસ સ્ટેન્ડ પાસે જ ચક્કાજામ કરીને રોષ વ્યકત કરતા વાહનોનાં થપ્પા લાગી ગયા હતા.

આ અંગેની જાણ થતાં પોલીસે દોડી જઇને મામલો થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીઓએ રસ્તાનું સત્વરે સમારકામ કરાવવાની માંગ કરી હતી.

(1:16 pm IST)