Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

મોરબીના પાનેલી ગામે 31 જુલાઈના રોજ સરમરિયા દાદા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

મોરબીની ભૂમિ સંતો અને શૂરાની ભૂમિ છે. અહીં હરહંમેશ ધાર્મિક કાર્યોનો આહલેક જોવા મળે છે ત્યારે ફરી એક ધાર્મિક કાર્યનું આયોજન થયું છે. આગામી 31 જુલાઈના રોજ મોરબી તાલુકાના પાનેલી ગામે સરમરિયા દાદા નવ નિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તા.31ના રોજ સવારે 9.30 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે જે બાદ એ જ દિવસે રાત્રીના 9:30 કલાકે ભજનિક રામદાસ ગોંડલીયા અને સોનલબેન ઠાકોરના કંઠે સંતવાણી યોજાશે જેમાં ભાવેશભાઈ ભરવાડ રાસ ગરબાની રમઝટ બોલાવશે.
જે બાદ તા.1 ઓગસ્ટના રોજ રમરિયા દાદા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સવારે 9:15 કલાકે મહાયજ્ઞ,બપોરે શુભ ચોઘડિયે ઈંડુ સ્થાપના, ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે.તેમજ બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ યોજાશે.ત્યારે આ ધાર્મિક કાર્યમાં સમસ્ત પાનેલી ગામને અને મોરબીની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

(11:37 pm IST)