Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

પોરબંદરઃ ડોલ્‍ફીન શિકારના કેસમાં બોટ છોડાવવા

બોગસ સોલવન્‍સીના ગુન્‍હામાં આરોપીના રિમાન્‍ડ નામંજુર

પોરબંદર, તા., ૨૯:  ડોલ્‍ફીનના શિકારના ગુન્‍હાના કામે કબ્‍જે કરેલ બોટ છોડાવવામાં બોગસ સોલવન્‍સીનો ઉપયોગ કરવાના ગુન્‍હામાં આરોપીના રિમાન્‍ડ નામંજુર કરવામાં આવ્‍યા છે.

ડોલ્‍ફીન શિકારના કેસમાં કબ્‍જે કરેલ ફીશીંગ બોટ માલીકને પરત સોંપવા નામદાર કોર્ટએ હુકમ કરવામાં આવેલ હતો ત્‍યાર બાદ બોટ માલીક એન્‍ટોની બરનાબાસ જામીનદાર સાથે બોટ છોડાવા ગયેલા અને જામીનદાર એ તેનું સોલવન્‍સી સર્ટીફીકેટ રજુ રાખેલ હતું. જે સોલવન્‍સી બોગસ હોવાનું માલુમ પડતા ફોરેસ્‍ટ ઓફીસર દ્વારા કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં ત્રણ આરોપીઓ વિરૂધ્‍ધ ફરીયાદ આપવામાં આવેલ હતી. જેથી કમલાબાગ પોલીસ દ્વારા આરોપી એન્‍ટોની બરનાબાસની ધરપકડ કરી નામદાર કોર્ટ સમક્ષ દિન-પના રીમાન્‍ડ મેળવવાની અરજી સાથે રજુ રાખેલ અને ત.ક. શ્રી દ્વારા  દિન-પના રીમાન્‍ડ આપવા રજુઆતો કરવામાં  આવેલ.

આ કેસમાં આરોપી તરફે પોરબંદરના એડવોકેટ જય ડી સલેટ દ્વારા રીમાન્‍ડ અરજી સામે દલીલો કરતા જણાવેલ કે ફરીયાદી દ્વારા ખોટી ફરીયાદ આપેલ છે. હાલના આરોપીએ કોઇ ગુન્‍હો કરેલો નથી તેમજ સોલવન્‍સી વિશે કોઇ માહીતી નથી તેમજ જે સોલવંશી રજુ થયેલ છે. તે જામીનદારએ રજુ કરેલ છે. તેમજ સોલવન્‍સી કબજે પણ કરી લેવામાં આવેલ છે. તેમજ આરોપી ર૪ કલાક જેટલા સમયથી પોલીસ કસ્‍ટડીમાં છે અને જે કઇ પણ જાણતા હતા તે પોલીસને જણાવી આપેલ  અને તપાસના કામે આરોપીની હાજરી જરૂરી રહેતી નથી. વિગેરે દલીલો કરી રીમાન્‍ડ અરજી નામંજુર કરવા જણાવેલ આમ પોરબંદરની નામદાર કોર્ટ દ્વારા બંને પક્ષોને સાંભળી સી.આર.પી.સી.ની જોગવાઇઓ તેમજ નામદાર ઉપલી અદાલતો દ્વારા આપેલ જજમેન્‍ટના આધારે પોલીસ દ્વારા આરોપી એન્‍ટોનીની દિન-પના રીમાન્‍ડ મેળવવાની અરજી નામંજુર કરી છે.

આરોપી તરફે આ કેસમાં પોરબંદરના જાણીતા એડવોકેટ જય ધીરૂભાઇ સલેટ, હેતલબેન ડી.સલેટ, દર્શનાબેન જે.પુરોહીત તથા મુદ્રાબેન જે.મોતીવરસ રોકાયેલા હતા.

(2:25 pm IST)