Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

જસદણમાં હિરાઘસુનો ફાંસો ખાઇ આપઘાત

એકના એક પુત્ર અજય તોમરના આત્‍મઘાતી પગલાથી પરિવારમાં અરેરાટીઃ કારણ અંગે તપાસ

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા., ૨૯: જસદણમાં હિરાઘસુ યુવકે આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ જસદણના મોતી ચોક વિસ્‍તારમાં રહેતા હિરાઘસુ અજય તોમર ૧૮ વર્ષ નામના યુવકે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્‍યો હતો. બનાવની જાણ થતા ઘટના સ્‍થળે ૧૦૮ દોડી ગઇ હતી અને પોલીસ પણ દોડી ગઇ હતી.

મૃતક અજય હીરા ઘસવાનું કામ કરતો હતો અને પરીવારમાં એકનો એક પુત્ર હતો. પુત્રના આત્‍મઘાતી પગલાથી પરીવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આપઘાતના કારણ અંગે જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:16 pm IST)