Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

ધોરાજી સ્વામિનારાયણ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે 7 દિવસીય વંદના મહોત્સવ,પારાયણ યોજાશે: તડામાર તૈયારીઓ હાથ ધરાઈ


(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી સ્વામિનારાયણ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે 7 દિવસીય વંદના મહોત્સવ,પારાયણ યોજાશે જેની તડામાર તૈયારી ઓ હાથ ધરાઈ રહી છે
ધોરાજી ના સ્વામિનારાયણ મંદિરના 38માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શાસ્ત્રી સંત સ્વામી નિ મધુર વાણી દ્વારા વંદના મહોત્સવ, સ્વામિનારાયણ ચરિત્ર સપ્તાહ નું તારીખ 4/5/2022 થી તા.10/5 સુધી બપોરના 3-30થી 6-30 અને રાત્રીના 9 થી 11-30 કલાક દરમિયાન આયોજન કરાયૂ છે.
આ ભવ્ય મહોત્સવનું ઉદ્ઘાટન તા.4/5ના સાંજના 5 કલાકે  દિપ પ્રાગટય ધોરાજી સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી પુરાણી મોહનપ્રસાદદાસજી સ્વામી ધર્મભક્તિ સ્વામી તેમજ સમગ્ર સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોની હાજરી વચ્ચે  કાયકમ નો પારભ કરાશે સ્વામીનારાયણ મંદિરોના સંતો હાજર રહી આશીર્વચન પાઠવનાર છે
આ ભવ્ય સપ્તાહમાં તા.4/5ને બુધવારે પોથીયાત્રા, જલયાત્રા પ્રારંભ 4 કલાકે લાલવડ હરી મંદિરેથી થશે
તા.5/5ને શુક્રવારે નુતન સિંહાસન પૂજનવિધી સવારે 8-30થી 9-30 અને રાત્રે ઘનશ્યામ જન્મોત્સવ તા.6/5 શુક્રવારે સવારે 8થી 11 કલાકે મહિલા સત્સંગ સંમેલન નૂ આયોજન કરાયૂ છે.
તા.7/5ને શનીવારે છઠ પાટોત્સવ દિવસે સવારે 6 કલાકે અભિષેક પટ્ટાભિષેક દર્શન અને સત્સંગ સભા બાદમાં સ્વામી માધવપ્રસાદદાસજીનું ભાવ પૂજન અને તા.8/5ને રવિવારે બ્રહ્મભોજન અને 10/5ને સવારે 11 કલાકે પૂર્ણાહુતિ યોજાશે આ ભવ્ય કાયકમનો લાભ ભાવીકો ને લેવા યાદીમા જણાવ્યું છે આ કાયકમને સફ્ળ બનાવવાં માટે ધોરાજી સ્વામી નારાયણ મંદિરના સંતો સત્સંગી હરી ભકતો જહેમત ઉઠાવી રહયા છે.  

(7:45 pm IST)