Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

ગબ્‍બર પર્વત રોપ-વે ખાતે મંથલી રેસ્‍કયુ મોક ડ્રીલઃ દિપક કપલીસ

ટેકનીકલ ક્ષતિને કારણે નહિ પરંતુ : સલામતીના કારણસર દર મહિને ચકાસણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૯: ટેકનીકલ ક્ષતિને કારણે નહિ પરંતુ ગબ્‍બર પર્વત રોપ-વે ખાતે મંથલી રેસ્‍કયુ મોકડ્રીલ કરવામાં આવી હોવાનું ઉષા બ્રેકો કંપનીનાં રિજીયોનલ હેડ દિપક કપલીસે જણાવ્‍યુ હતુ બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી ખાતેના ગબ્‍બર પર્વત ખાતેના રોપ-વેમાં ટેકનીકલ ક્ષતિ સર્જાતા ટ્રોલી અધવચ્‍ચે રોકાઇ ગઇ હોવાના અહેવાલ અંગે ઉષા બ્રેકો કંપનીનાં રીઝયોનલ હેડ દિપક કપલીસે આજે સવારે ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે, ગબ્‍બર પર્વત રોપ-વેમાં કોઇ ટેકનીકલ ક્ષતિ સર્જાઇ ન હતી. પરંતુ એક રેસ્‍કયુ મોકડ્રીલ હતી.

એનડીઆરએફ, ફાયર, મેડીકલ દર મહિને  વગેરેની ઉપસ્‍થિતીમાં ગબ્‍બર અને પાવાગઢ રોપ-વે પર સલામતી મંથલી રેસ્‍કયુ મોકડ્રીલ કરવામાં આવે છે તે મુજબ કામગીરી કરી ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

ગિરનાર રોપ-વેમાં ઓટોમેટીક કરવાથી મંથલી રેસ્‍કયુ મોકડ્રીલ કરવાની જરૂર રહેતી ન હોવાનું દિપક કપલીસે જણાવ્‍યુ હતું.

(1:53 pm IST)