Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ખંભાળીયામાં પુનમબેન માડમનું ૧૦૦થી વધુ સંસ્‍થા-જ્ઞાતિઓ દ્વારા સન્‍માન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૯ :.. રાજપૂત સમાજ વાડી ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં જામનગરના સાંસદ તથા લોકસભા ભાજપના ઉમેદવાર પુનમબેન માડમને ૧૦૦ થી વધુ ખંભાળીયા શહેર, સલાયા, અને તાલુકાની સંસ્‍થાઓ જ્ઞાતિઓ દ્વારા સામુહિક રીતે સન્‍માન કરવામાં આવ્‍યું હતું તથા સતત દશ વર્ષથી ખંભાળીયા વિસ્‍તારમાં સાંસદ પુનમબેન માડમ દ્વારા થતાં વિકાસ કાર્યોની પ્રશંસા સાથે આભાર પણ વ્‍યકત કરાયો હતો. ખંભાળીયા લોહાણા જ્ઞાતિ સમાજ, રાજપૂત સમાજના અગ્રણીઓ, બ્રહ્મ સમાજના અગ્રણીઓ, ગ્રેઇન મર્ચેન્‍ટ એસો., સોની વેપારી એસો., રેડ ક્રોસ, સંસ્‍થા, લાયન્‍સ કલબ ખંભાળીયા, મહીલા મંડળ, શહેર ભાજપ ખંભાળીયા, ખંભાળીયા પાલિકા સદસ્‍યો હોદેદારો, મેડીકલ એસો. ઓઇલ મીલર્સ મંડળ, વેપારી એસો., ગઢવી જ્ઞાતિ, અનુ. જાતિ, સાધુ સમાજ, બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિ, સતપારા સમાજ જ્ઞાતિ, જલારામ સત્‍સંગ મંડળ, માનવ સેવા સમિતિ, વિકલાંગ મંડળ, એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્‍ટ, સોની જ્ઞાતિ, ખંભાળીયા શહેર ભાજપ, ખંભાળીયા તાલુકા ભાજપ, સલાયા શહેર ભાજપ, ભાજપ મહિલા મોરચો, ખંભાળીયા મહીલા મંડળ, ડોકટર સેલ ભાજપ, આ ઉપરાંત અનેક એન. જી. ઓ., સંસ્‍થાઓ, જ્ઞાતિ સમાજો, મંડળો દ્વારા પુનમબેન માડમનું સન્‍માન સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

(1:54 pm IST)