Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

પીરોટન ટાપુ ઉપર મંજુરી વિના જતા મુંજાવર સામે કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૯: જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા ના માર્ગદર્શન મુજબ ટાપુ પ્રવેશ પ્રતિબંધ અંગે જાહેરનામું અન્‍વયે બેડી મરીન પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. વિે.એસ. પોપટ દરીયાઇ વિસ્‍તારમાં આવેલ પીરોટન ટાપુ બાજુ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન દરગાહ પાસે હુશેન ઉર્ફે વલો ચોૈહાણ વાઘેર (ઉ.વ.૪૩) ધંધો.મુંજાવર રહે.બેડી થરી વિસ્‍તાર નવી મચ્‍છીપીઠ આવેશકરમી ચોક જામનગર વાળો મળતા પુછપરછ કરતા પીરોટન ટાપુએ ખ્‍વાજા ખીજરેલે સ્‍લામ (યા-હયાતુન્ન-નબી) ની દરગાહનો મુંજાવર છું હાલ અહિ આવવા પર પ્રતિબંધ હોય જેથી દરગાહે સલામ ભરવા આવેલ હોય. અને નાયબ વન સંરક્ષક શ્રી મરીન નેશનલ પાર્ક જામનગરની પૂર્વ મંજુરી મેળવેલ નહી હોવાનું જણાવતા પીરોટન ટાપુ ઉપર પ્રવેશ કરી જાહેરનામાનો ભંગ કરેલ હોય કલમ ૧૮૮ મુજબ ગુન્‍હો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે.

રિવોલ્‍વર સાથે ઝડપાયો

એલ. સી. એઇટ ગેઇટ સામે પતરા કોલોનીની બાજુમાં આવેલ ખોડીયાર હોટલ પાસેથી શાહરૂખખાન ઉર્ફે શારકો હબીબખાન પઠાણ (ઉ.૩૦) ધંધો મજૂરી રહે ન્‍યુ ડેન્‍ટલ કોલેજ સામે, શકિત મા ના મંદિરની બાજુમાં જામનગર વાળાને રીવોલ્‍વર નંગ ૧ કિ. રૂા. પ,૦૦૦ ના સાથે પકડી પાડી તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ કાર્યવાહી એસ. ઓ. જી. પોલીસ ઇન્‍સ્‍પેકટર બી. એન. ચૌધરી તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એલ. એમ. ઝેર તથા એસ. ઓ. જી. સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

૧પ પતાપ્રેમી ઝડપાયા

જામનગર આંબેડકર બ્રીજ નીચે વુલન મીલ ફાટક પાસે જાહેરમાં અમુક ઇસમો જૂગાર રમતા હોવાની હકિકત આધારે રેઇડ કરી નીચે રૂા. ૧૦,૦ર૦ સાથે (૧) રમેશભાઇ કેશુભાઇ રાઠોડ (ઉ.૩૦) ધંધો મજૂરી રહે. ગણપતીનગર વુલન મીલ ફાટક પાસે (ર) ધાનાભાઇ ઉર્ફે ભુપત રામશીભાઇ માડમ ઉ.૩૩ ધંધો મંજુરી રહે. ગણપતનગર વુલન મીલ ફાટક પાસે જામનગર મુળ પિંડારા તા. કલ્‍યાણપુર (૩) મધુભાઇ રામાભાઇ સાગઠીયા ઉ.પ૦ ધંધો મજૂરી રહે. ગણપતનગર વુલન મીલ ફાટક પાસે ને ઝડપી લીધા હતાં.

મહિલા ઝડપાઇ

ગોકુલનગર રામનગર શેરી નંબર ૮ રહેતા માલદેભાઇ આલાભાઇ ચાવડા ; પોતાના મકાનમાં નાલ ઉધરાવી જુગાર રમવાની વ્‍યવસ્‍થા કરી આપી જુગારનો અખાડો ચલાવે છે તેવી, હકીકત મળતા રેઇડ કરી રૂપીયા.૧૭,૬૩૦/-  સાથે  (૧) માલદેભાઈ આલાભાઈ ચાવડા રહે ગોકુલનગર રડારરોડ રામનગર શેરી નં - ૮  (૨) રામભાઈ પોલાભાઈ વસરા રહે ગોકુલનગર પાણાખાણ શેરી નં - ૭  (૩) આશાબેન કેશવભાઇ મોઢવાડીયા રહે અંધાશ્રમ આવાસ કોલોન બ્‍લોક નં ૯૩ રૂમ નં ૧૦  (૪) સતીબેન માલદેભાઈ ચાવડા રહે ગોકુલનગર રડારરોડ રામનગર શેરી નં - ૮  (૫) દક્ષાબા જબરસીંહ રાઠોડ રહે હર્ષદમીલ ની ચાલી પાસે પ્રણામી - ૩ મકાન નં ૧૭  (૬) સાંતાબેન પરસોતમભાઈ શેઠીયા રહે દિ.પ્‍લોટ ૫૮ જોલી બંગ્‍લા પાસે જખ ડાડા ના મંદીર પાસે તે ઝડપી લીધા હતા.

આ બન્ને કામગીરી  (૧) પોલીસ ઇન્‍સપેટકર જે.વી.ચૌઘરી (ર) પો.સબ.ઇન્‍સ. વી.બી.બરબસીયા (૩) એચસી યશપાલસિ઼હ એ. જાડેજા (૪)  ખીમશીભાઇ જી. ડાંગર (૫)  મામદભાઇ ચાવડા (૬)  મહેન્‍દ્રસિહ વનરાજસિંહ ચુડાસમા  (૭) હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા (૮)  હર્ષદભાઇ દલપતભાઇ પરમાર (૯)  યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા (૧૦) શીવભદ્રસિંહ એમ જાડેજા (૧૧) વનરાજભાઇ ભગુભાઇ ખવડ (૧૨)  મહાવિરસિંહ વનરાજસિંહ જાડેજા (૧૩) પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર એ કરી હતી.

 જુગારના ત્રણ દરોડા

યોગેશ્વરનગર  શેરી નં.૪ માહી મડેરી પાસે જાહેરમાં ગોળ કુંડાળુ વળી જુગાર રમી પૈસાની હારજીત કરે છે. તેવી હકિકતના આધારે રેડ કરતા આરોપી નં. (૧) નકુલભાઇ પરસોતમભાઇ રાઠોડ રહે. નવાગામ ઘેડ ઈન્‍દીરા સોસાયટી શેરી નંબર ૧૦ (ર) જયોતીબેન વા-ઓફ રમેશભાઇ રવાભાઇ મેઢ રહે. યોગેશ્વરનગર ર શેરી નંબર ૪ માહી ડેરી પાસે (૩) રેખાબેન ડો.ઓફ જેન્‍તીભાઇ લીલાધરભાઇ દાવડા રહે. ગુલાબનગર રામવાડી શેરી નંબર ૩ મુરલીધર ચોક, (૪) વર્ષાબેન વા-ઓફ ભરતભાઇ મનુભાઇ સોલંકી રહે. નવાગામ ઘેડ કેશુભાઇની હોટલ પાસે (પ) હમીદાબેન વા-ઓફ અબ્‍દુલભાઇ હાસમભાઇ જામ રહે. ગુલાબનગર વાંજાવાસ મુસાભાઇના ગેરેજની બાજુમાં (૬) શોભનાબેન વા-ઓફ દિલીપભાઇ તુલસીભાઇ રોરીયા રહે. યોગેશ્વર ર શેરી નંબર ૪ માહી ડેરી પાસે વાળીઓ પકડાઇ ગયેલ અને આરોપીઓ પાસેથી રોકડ રૂા.૧ર,૮૪૦ના મુદામાલ સાથે કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી પોલીસ એન.એ.ચાવડા , પો. સબ. ઇન્‍સ એમ.એન.રાઠોડ એ.એસ.આઇ. કે.પી.જાડેજા તથા પો. હેડ કોન્‍સ. દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા રવિરાજસિંહ અનીરૂધ્‍ધસિંહ જાડેજા તથા શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા તથા મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા પો. કોન્‍સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા ખોડુભા કનુભા જાડેજા તથા રૂષીરાજસિંહ લાલુભા જાડેજા તથા રવિભાઇ ગોવિંદભાઇ શર્મા તથા યોગેન્‍દ્રસિંહ નીરૂભા સોઢા તથા રાજેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ ડોડીયા તથા પો. કોન્‍સ. વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા હિતેષભાઇ રાણાભાઇ સાગઠીયા તથા રાકેશભાઇ ભનુભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ છે.

(1:52 pm IST)