Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

વાંકાનેરમાં આખલા યુધ્ધ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા.૨૯: ગત રાત્રે વાંકાનેર મેઇન બજારના નાકે અને ગ્રીન ચોક વિસ્તારમાં આખલાઓની લડાઇથી સ્થાનિક લોકો તથા લારીવાળાઓમાં ભય પ્રસર્યો હતો.શેરી-ગલીઓમાં પણ હવે આખલાઓની આવી લડાઇના દ્રશ્યો સવારે જોવા મળી રહયા છે. તોફાને ચઢેલા આખલાઓની પછડાટથી ઘણા વાહનોની ખો બોલતી જોવા મળે છે. પાણીનો મારો તથા હાકલા પડકારાઓ બાદ માંડ આખલાઓ છુટા પડે છે.

(12:33 pm IST)