Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

કોટડાસાંગાણીમાં કાલે બાલા હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમુહલગ્ન

૧૧ નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાશેઃ કરિયાવરમાં અનેક વસ્તુઓ અપાશેઃ સંતો આર્શિવચન પાઠવશે

(બશીર બાંગા દ્વારા) કોટડા સાંગાણી તા. ર૯ :.. રાજકોટ જીલ્લાનાં કોટડા સાંગાણીમાં શ્રી બાલા હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટ (કોટડા સાંગાણી-બાલાજી ધુન મંડળ) દ્વારા કાલે તા. ૩૦ ને શનિવારે 'કૃષ્ણમ ગ્રીનપામ' ગુરૃદત મંદિર સામે, ગોંડલ રોડ, કોટડા સાંગાણી ખાતે પ્રથમ સર્વ જ્ઞાતી સમુહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કાલે તા. ૩૦ ને શનિવારે બપોરે ૩.૩૦ વાગ્યે જાન આગમન, ૪ વાગ્યે સામૈયા, ૭.૩૦ વાગ્યે હસ્તમેળાપ, સાંજે ૬ વાગ્યે ભોજન સમારંભ તથા રાત્રીના ૯.૩૦ વાગ્યે જાન વિદાય લેશે. આ સમુહ લગ્નોત્સવમાં ૧૧ નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશે. દાતાઓ દ્વારા નવદંપતિને અનેક ચીજ વસ્તુઓ અર્પણ કરાશે.

આ તકે રાજુરામ બાપુ (મહંત શ્રી, રામદેવપીર મંદિર આશ્રમ વાળઘરી), શ્યામદાસ બાપુ (મહંત શ્રી, પંદરમુખી હનુમાન મંદિર ભાડુઇ), ઘનશ્યામદાસ બાપુ (મહંત શ્રી, જુના રામજી મંદિર રાજપીપળા), રસિકગીરીબાપુ (મહંત શ્રી, હનુમાન મઢી ભજન ધારી), મહંતશ્રી મનુબાપુ (મહંતશ્રી, રામાપીર મંદિર બંધ્યા), નિરંજન રાજગુરૃ (મહંતશ્રી, આનંદી આશ્રમ, ઘોઘાવદર), ત્રિભુવનદાસબાપુ (મહંતશ્રી, સીતારામ સેવા આશ્રમ, સતાપર), ભગવતપરા (મહંતશ્રી, લોહંગીરી આશ્રમ ભગવતપરા, ગોંડલ), ચોટીલા ચામુંડામાં ચેરીટેબલ ટ્રસ્ટ (મહંત શ્રી, ચામુંડમાં મંદિર, ચોટીલા), હરેશ પ્રગટબાપુ રાંદલના દડવા (મહંતશ્રી, રાંદલના દડવા), ખેતરવાડા મેલડીમાં (ગોંડલ), ગૌતમગીરીબાપુ બલવંતગીરીબાપુ (મહંતશ્રી, કષ્ટભંજન સાત હનુમાન મંદિર, રાજકોટ), લલીતબાપુ (મહંતશ્રી, છોટે હનુમાન મંદિર ખરેડા), હરદત પરીબાપુ (મોવયા), ભોજરાજ પરા (મહંતશ્રી, મામદેવ મંદિર ભોજરાજપરા, ગોંડલ), ટનાટનદાસબાપુ, (મહંત શ્રી, રોકડીયા હનુમાનજી મંદિર સોળીયા), જયરામદાસબાપુ (રામજી મંદિર, ગોંડલ), પ્રવિણસિંહબાપુ (રામજી મંદિર ગુલમહોર રોડ, ગોંડલ), નૂરસિંહ મંદિર (રાજપરા), મેલડીમાં (ગારાવાળા), રમેશગીરીબાપુ, (ગોપાલ ગૌશાળા એજયુ ચેરીટેબલ ટ્રસ્ટ, ખેરડી), વિજયમહારાજ (મહંતશ્રી, રામ કૃષ્ણધામ આશ્રમ, જુનાગઢ), ઉપેન્દ્રદાસ, ગુરૃ બિજરામદાસ (મહંતશ્રી, નૃરસિંહ મંદિર, અરડોઇ), છબીરામબાપુ (મહંતશ્રી, હરેશ્વર મહાદેવ, ગુંદાસરા), શકિતગીરી (મહંતશ્રી, ત્રાંબાકુડી ખોડીયાર મંદિર), રાજુબાપુ (રામદેવપીર મંદિર કો. સા.), શશીધરદાસબાપુ (મહંતશ્રી સુર્યમુખી હનુમાનજી મંદિર), રાજુબાપુ (મહંતશ્રી, નરસિંહ મંદિર કો. સા.), કિશનગીરી (મહંતશ્રી, બિલેશ્વર મહાદેવ મંદિર કો. સા.) મહાદેવગીરી (પીપળેશ્વર મહાદેવ મંદિર કો. સા.), દિલીપબાપુ (વિશ્રામ સાહેબની જગ્યા કો. સા.), હેમંતભાઇ (દાસજીવણ મંદિર કો. સા.) સહિતના આર્શિવચન પાઠવશે. 

સફળ બનાવવા મહેન્દ્રસિંહ ગગુભા જાડેજા (ભાથીજી), કડવાભાઇ રાઘવજીભાઇ રામાણી, જેન્તીભાઇ ભગવાનજી ઉમરાણીયા, ગોરધનભાઇ બચુભાઇ ભુત, ધીરૃભાઇ રૃડાભાઇ સોજીત્રા, લખમણભાઇ જાદવભાઇ લીંબાસીયા, પોપટભાઇ દુદાભાઇ વઘાસિયા, દિનેશભાઇ દેવાભાઇ સોજીત્રા, વિનુભાઇ સવજીભાઇ સોજીત્રા, અજીતસિંહ ગુણુભા જાડેજા, ભાવેશભાઇ ધીરૃભાઇ પરમાર, ચંદુભાઇ ભીમજીભાઇ સોરઠીયા , જયેશભાઇ ગોકળદાસ ઉમરાણીયા, વાલજીભાઇ ઉકાભાઇ દાફડા, હરેશભાઇ જીણાભાઇ સાવલીયા, સુરેશભાઇ પીઠાભાઇ ચૌહાણ, રાજેન્દ્રસિંહ દીલુભા ઝાલા, કિશોરભાઇ નાથાભાઇ દાફડા, વાલજીભાઇ બિજલભાઇ પરમાર, ભરતભાઇ હનુભાઇ ચૌહાણ, અલ્પેશદાસ અમરદાસભાઇ ટીલાવત, અશોકભાઇ મુળજીભાઇ ચાવડા, રમેશભાઇ કેશુભાઇ લખતરિયા, પ્રશાંતભાઇ કેશવલાલ ધંધુકીયા (ગોંડલ), જીજ્ઞેશગીરી જેન્તીગીરી ગૌસ્વામી (રાજકોટ), દિનામહારાજ દાણીધારીયા (ખરેડા), પિન્ટુભાઇ મગનભાઇ ભટ્ટી, નૈમિશ ચંદુભાઇ ઉમરાણીયા, વિવેકગીરી પીયુષગીરી ગૌસ્વામી, હિતેશભાઇ શાદુરભાઇ સરવૈયા, અશોકભાઇ રમેશભાઇ પરમાર, મયુરભાઇ પોપટભાઇ લીંબાસીયા, દર્શનભાઇ જયસુખભાઇ હિરાણી, હાર્દિકભાઇ કમલેશભાઇ ગોહેલ, અનિલભાઇ અરવિંદભાઇ ચૌહાણ, લખનગીરી કિરિટગીરી ગોસ્વામી, જીલભાઇ કિરીટભાઇ બુધ્ધભટ્ટી, બ્રિજેશભાઇ જિતેન્દ્રગિરી ગોસ્વામી, સાગરભાઇ મનીષભાઇ ગોહેલ, દિશાંતભાઇ વિનુભાઇ લીંબાસીયા, આશિસભાઇ જેન્તીભાઇ લખતરિયા, તુષારભાઇ મનોજભાઇ ચોરીયા, રાઘવભાઇ પ્રફુલભાઇ બુધ્ધભટી, સંજયભાઇ રમેશભાઇ ધામેચા, મિલન અનિલભાઇ ચૌહાણ, ભગીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા, દિવ્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા, કિશોરભાઇ રતનજીભાઇ વાઢેર, જયગીરી સંભુગીરી ગોસ્વામી, કશ્યપ પરેશભાઇ ચૌહાણ, કુલદીપ વનરાજભાઇ ચૌહાણ, દર્શિત રાજેશભાઇ ચૌહાણ, સુમિત સંજયભાઇ રાઠોડ, મિલન ભરતભાઇ ગડાધરા, હરપાલ જગદીશભાઇ ગડાધરા, પારસ જગદીશભાઇ મેણીયા, હરેશભાઇ રમેશભાઇ પરમાર, સહિતના જહેમત ઉઠાવે છે.

વધુ વિગત માટે હિતેશભાઇ ગોહેલ (મો. ૬૩૫૪૫ ૫૭૩૨૦) અશોકભાઇ પરમાર (મો. ૯૬૬૨૧ ૯૮૫૯૧)  મહેન્દ્રસિંહ જાડેજા (મો. ૯૮૨૪૮ ૭૯૩૪૨) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:12 pm IST)