Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

જામનગર પાસે સુતા સુતા બાઇક હંકાવનાર જાવીદ ચમડિયા ઝડપાયો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.ર૯ : બાઇક પર સુતા સુતા સ્‍ટંટ કરવો યુવકને ભારે પડયો છે. ૩ દિવસ બાદ પોલીસે વિડીયો વાઇરલ થતા ગુનો નોંધ્‍યો છે. લાલપુર બાયપાસથીજામનગર તરફ જતા રોડ પર બાઇક પર સુતા  સુતા સ્‍ટંટ કરી લોકોના જીવ જોખમમાં મુકયા હતા. પોલીસે બાઇક ચાલક યુવક જાવીદ ચમડીયાને ઝડપી પાડી બાઇક કબજે કર્યુ છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા - જામનગર)

(12:11 pm IST)