Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

લીંબડીના બળોલ ગામે તળાવમાં ડૂબી જતા બે કિશોરોના મોત

તળાવમાં ભેંસો કાઢવા ગયા અને ઊંડા પાણીમાં ગરકાવ થયા : હર્ષદ ડાંગર અને પ્રવીણ ડાંગર બંન્‍ને સગાભાઇ : માલધારી સમાજમાં શોક

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.ર૯ : લીંબડી તાલુકાના બળોલ ગામ ખાતે માલધારી સમાજમાં અરેરાટી ફેલાઈ તેવી ઘટના સામે આવી છે માલધારી સમાજના બે કિશોરોપોતાના ઢોર લઈ અને સીમમાં ચઢાવવા માટે ગયા હતા ત્‍યારે તળાવમાં પાણી જોઈ અને ભેંસો પાણીમાં જતી રહી હતી તેવા સમયે પાણીમાંથી ભેંસોને કાઢવા માટેના પ્રયત્‍નો કર્યા હતા પરંતુ ઉનાળાની ગરમી ના કારણે પાણીમાં ગયેલી ભેંસો બહાર આવી ન હતી ત્‍યારે આ બંને  કિશોરો ભેંસોને બહાર લાવવા માટે તળાવમાં પડ્‍યા હતા તેવા સમયે આ બંને કિશોરો ભેંસો બહાર આવે પહેલા જ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્‍યારે આજુબાજુમાં જાણકારી મળતાની સાથે જ લોકો દોડી આવ્‍યા હતા પરંતુ તળાવની અંદર શોધક કોણ કરવા છતાં કલાકોની કલાકો સુધી બંનેના મળતદેહ મળ્‍યા નહોતા ત્‍યારબાદ મહા મહેનતે સરવૈયાઓ એ બંનેના મળતદેહ બહાર કાઢયા હતા ત્‍યારે જ્‍યાં ઘટના બની હતી ત્‍યાં માલધારી સમાજના ટોળેટોળા એકઠા થઈ જવા પામ્‍યા હતા અને શોકની લાગણી છવાઈ જેવા પામી હતી લીંબડી પોલીસ ઘટના સ્‍થળે  તપાસ કરી રહી છે   તળાવમાંથી ભેંસોને બહાર કાઢી રહ્યા હતા. આ દરમિયાન કિશોરો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ એક જ ઘરમાં પરિવારના કારણે શોકનો માહોલ છવાઈ ગયો છે. બળોલ ગામમાં ગુરૂવારે બે  બંને બાળકોના મળતદેહને  પોસ્‍ટમોર્ટમ માટે બગોદરા સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં લઈ જવામાં આવ્‍યા હતા.  જેમાં મૃતકો હર્ષદ બચુભાઈ ડાંગર, ઉંમર ૧૫ વર્ષ અને પ્રવીણ મીઠાભાઈ ડાંગર, ઉંમર ૧૩ વર્ષ છે. જે બંન્‍ને સગાભાઇઓ છે.

(11:04 am IST)