Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

સૌરાષ્ટ્ર - કચ્છમાં વાદળા છવાયાઃમાવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી

માવઠાની આગાહી સાથે કમોસમી વરસાદ પડે તો કેરી, જીરૃ, ચણા, ધાણાના પાકને નુકસાન

સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે બપોરથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાયુ વાતાવરણ છવાઇ ગયું છે. માવઠાની આગાહીના પગલે વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : હવામાન વિભાગની આગાહી અનુસાર ખંભાળિયાના દરિયાઇપટ્ટી વિસ્તારમાં વાતાવરણ બદલાયું છે. ખંભાળિયા પંથકમાં અચાનક વાતાવરણમાં ફેરફાર થતાં વાદળછાયુ વાતાવરણ બન્યું છે. માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદ ફરી પડશે તો જીરૃ, ઘઉં, ચણા, ધાણાના પાકને નુકસાન થવાની શકયતા છે.

(5:22 pm IST)