Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

ટંકારાના લગધીરગઢ ગામે પરપ્રાંતીય મહિલાનો ઝેરી દવા પી આપઘાત

ધૂંટુ ગામે કારખાનામાં છાતીમાં દુઃખાવો ઉપડતા આધેડનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ર૯: ટંકારાના લગધીરગઢ ગામે મહિલાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.

મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વતની અને હાલ ટંકારાના લગધીરગઢ ખાતે રહેતા ૩૫ વર્ષીય લીલાબેન હીરાભાઈ નાયડ નામની મહિલાએ મકાનમાં અગમ્‍ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને પગલે પરિજનો દ્વારા તેમને મોરબીની સરકારી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે ટંકારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં  મોરબીના ઘુંટુ  ગામની સીમમાં આવેલ એન્‍ટીક મોર્ગોનાઈટ કારખાનામાં નોકરી કરતા ૪૦ વર્ષીય શિવબિલાસ શિવભજન ગૌર બપોરના સમયે કારખાનામાં કામ કરતા હતા. એ વખતે અચાનક તેમને છાતીમાં દુખાવો તેમને મોરબીની સરકારી હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યા હતા. જ્‍યાં ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતા. મોરબી તાલુકા પોલીસે અકસ્‍માતે મોતની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.

(2:41 pm IST)