Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

સાળંગપુરમાં શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિરે કાલે શ્રી રામનવમી નિમિતે દાદાને અદભુત શણગાર : અનેકવિધ કાર્યક્રમો

વાંકાનેર,તા.૨૯: બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત એવા સાળંગપુરધામમા આવેલ સૌનું આસ્‍થાનુ પ્રતીક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત આવતીકાલે શ્રી રામનવમી એવમ શ્રી ધનશ્‍યામ જન્‍મોત્‍સવ તા.૩૦/૩ /૨૩ને ગુરૂવારના રોજ ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે ઉજવવાનું શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામી, કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી દ્વારા નક્કી કરવામાં આવેલ છે આવતીકાલે શ્રી રામનવમીના પાવન પર્વે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્‍ય અદભુત શણગાર દર્શન કરવામાં આવશે તેમજ સવારે મંગળા આરતી ૫:૩૦ કલાકે થશે શણગાર આરતી સવારે ૭ કલાકે થશે તથા સંધ્‍યા આરતી સાંજે ૭ કલાકે થશે આ ઉપરાંત બપોરે ૧૨ કલાકે શ્રી રામ જન્‍મોત્‍સવની આરતી કરવામાં આવશે તેમજ રાત્રે ૧૦:૧૦ કલાકે શ્રી ઘનશ્‍યામ જન્‍મોત્‍સવ આરતી કરવામાં આવશે તેમજ રાત્રે ૯ થી૧૧ રાસ ગરબાની રમઝટ સાથે આનંદ ઉત્‍સવ મનાવવામા આવશે સર્વે ભાવિકોને પધારવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે જે યાદી પૂજારી સ્‍વામીશ્રી ડી.કે.સ્‍વામીજીની યાદીમાં જણાવાયું છે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ઉજવાતા દરેક ઉત્‍સવો સાળંગપુર હનુમાનજી યુ ટ્‍યુબ ચેનલ ઉપર લાઈવ કાયમ આવે છે દરરોજ આરતી પણ લાઈવ આવે છે.

(11:52 am IST)