Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

જૂનાગઢમાં સુરક્ષા સેતુ અંતર્ગત આર્ચરી (તીરંદાજી) તાલીમની શરૂઆત

જુનાગઢ : પોલીસ વિભાગ અંતર્ગત કાર્યરત સુરક્ષા સેત્તુ સોસાયટી દ્વારા શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર સ્‍કૂલ ખાતે દીકરીઓને આર્ચરી (તીરંદાજી)ની તાલીમ આપવાનું શરૂ થયું.  સી ડીવીઝનના પી.એસ. આઈ વાળાના  હસ્‍તે દીપ પ્રાગટય કરી તાલીમ શરૂ કરવામાં આવી. આ તકે  પ્રેમાનંદ સ્‍કૂલના ડાયરેક્‍ટર  ડો. માતંગ પુરોહિત , પોલીસ ડીપાર્ટમેન્‍ટના  ગીતાબેન, સુરક્ષા સેતુના  પુરોહિત   તથા  આર્ચરી કોચ મયુરભાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.  પી. એસ. આઈ જે. એમ. વાળાએ વિદ્યાર્થીનીઓને સુરક્ષા સેતુ બાબતે તથા આ તાલીમની જરૂરિયાત સમજાવી હતી. ઉપરાંત જીવનમાં એકાગ્રતા અને ધ્‍યેયનું મહત્‍વ સમજાવ્‍યું  હતું.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(10:25 am IST)