Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

વીરડી ગામે સોયાબીનના ૭૦ કટા ચોરી માર્કેટયાર્ડમાં વેંચી નાખનાર મેંદરડા, માળીયા, કેશોદના ૪ શખ્સો ઝડપાયા

જૂનાગઢ, તા. ૨૯ :. નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેડ્ડી સાહેબ દ્વારા જિલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ગુનાઓને અટકાવવા તેમજ ઘરફોડ ચોરીના બનેલ ગુન્હાઓને ડીટેકટ કરી આરોપીઓને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૃ પાડેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇચા.પોલીસ ઇન્સ.શ્રી એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા પો.સ.ઇ.શ્રી એ.ડી.વાળા તથા પો.સ્ટાફ જૂનાગઢ જિલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા અને બનેલ બનાવના આરોપીઓને પકડવા સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન માળીયા હાટીના તાબેના વીરડી ગામે આવેલ રહેણાંક મકાને રાખેલ સોયાબીનના કટ્ટાની રાત્રીના સમયે મકાનનુ તાળુ તોડી ચોરી થયેલ. જે અંગે માળીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦૩૬૨ર૨૦૦૨૮ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૪/૧/રર ના ક.ર૧/૩૦ વાગ્યે જાહેર થયેલ છે. આ ગુન્હાના સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા બનાવ સ્થળની નજીકના સી.સી.ટી.વી. ફુટેજ તથા ટૈકનીકલ સેલની મદદથી સતત પ્રયત્ન ચાલુ હતા. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇચા.પો.ઇન્સ.શ્રી એચ,આઇ.ભાટી તથા પો.સ.ઇ.શ્રી એ.ડી.વાળા તથા પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા માળીયા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એસ.આઇ.મંધરા તથા ક્રાઇમ બ્રાન્ચના પો.હે.કો, વી.કે.ચાવડા તથા પો,કોન્સ. સાહિલ સમાનાઓને ખાનગીરાહે સંયુકતમાં ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, આ ચોરી વિરડી ગામના વિશાલ માલદેભાઇ કોળી તથા કેશોદના ભરત કોળી તથા જેપુર ગામના જઞદીશ કોળી તથા અમરાપુર કાઠીના હમીર રામા કોળી એમ ચારેય જણાએ સાથે મળી ચોરી કરેલ હોવાની અને આજરોજ આ ચારેય જણા અમરાપુર કાઠીના તા.મેંદરડા ખાતે ભેગા થયેલ હોવાનું અને ગામના પાદરમાં એક બોલેરો ગાડી સાથે ઉભા હોવાની હકિકત મળતા આ કામે તાત્કાલીક કાઇમ બ્રાન્ચની ટીમ મેંદરડા તાલુકાના અમરાપુર કાઠીના ગામે આવતા પાદરમાં એક સફેદ કલરનો બોલેરો રજી નં. જીજે-૦૧-ડીએકસ-૯ર૦૦ સાથે ચાર ઇસમો હાજર હોય. જે ચારેયને કોર્ડન કરી નામઠામ પુછતાં ઉપરોકત હકિકત મુજબના જણાવતા ચારેય ઇસમોને રાઉન્ડ-અપ કરી પુછપરછ માટે ક્રાઇમ બ્રાંચ ખાતે બોલેરો સાથે લઇ આવેલ અને ચારેય ઇસમોની પ્રાથમિક પુછપરછ કરતાં કોઇ હકિકત જણાવતા ન હોય જેથી આ કામે ચારેય ઇસમોની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા જણાવેલ કે, ચારેય ઇસમોએ ગઇ તા,ર૮/૧૨ર/ર૧ ના સેજ અગાઉથી પ્લાન કરી રાત્રીના વિરડી ગામે ઉપરોકત બોલેરો ગાડી સાથે યોગેશભાઇ વિરાભાઇ મોરીના મકાને રાખેલ સોયાબીનના ૭૦ કટ્ટાની ચોરી કરેલ હતી. જે કટ્ટા તેઓએ રૃ.૨,૨૨,૦૦૦/- માં જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં વિવેક એન્ટરપ્રાઇઝ વાળા વેપારીને ત્યાં વેચેલ હોવાનું અને આજરોજ આ રૃપીયાનો ભાગ પાડવા મટે ચારેય જણા ભેગા યયેલ હોવાની હકિકત જણાવતા ચારેય ઇસમોને તમામ મુદામાલ સાથે હસ્તગત કરી માળીયા પો.સ્ટે.ને આગળની કાર્યવાહી અર્થે સોંપી આપેલ.
હસ્તગત કરેલ આરોપી (૧) વિશાલ સ/ઓ માલદેભાઇ વશરામભાઇ ભુવા કોળી ઉ.વ.૨૪ ધંધો. ખેત મજુરી રહે. વિરડી (ગીર). સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની બાજુમા તા.માળીયા હાટીના જી.જૂનાગઢ (૨) જગદીશ ઉર્ફે જગો સ/ઓ ભાયાભાઇ બાવકાભાઇ બાલસ કોળી ઉ.વ.૨૮ ધંધો. ખેતીકામ રહે. જેપુર ગીર, શંકર મંદિર પાસે તા.તાલાળા જી.ગીર સોમનાથ (૩) હમીર સ/ઓ રામાભાઇ પોલાભાઇ બરેજા કોળી ઉ.વ.૩ ૮ ધંધો. ખેતીકામ રહે. અમરાપુર કાઠીના, શિવ મંદિર પાસ ેતા.મેંદરડા જી.જૂનાગઢ (૪) ભરતભાઇ સ/ઓ બાબુભાઇ રામદેભાઇ દોકલ કોળી ઉ,વ.રપ ધંધો. મજુરી રહે. મેઘના સોસાયટી, રેલ્વે સ્ટેશન સામે, માલદે જમાદારના ઘરની બાજુમાં કેશોદ.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્યના ઇચા.પો.ઇન્સ.શ્રી એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા, શ્રી એ.ડી.વાળા તથા તા.પો.સ.ઇ.શ્રી ડી.એમ.જલુ તથા માળીયા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી એસ.આઇ.મંધરા તથા ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, વિક્રમભાઇ ચાવડા, જયદિપભાઇ કનેરીયા તથાપો.કોન્સ. સાહિલભાઇ સમા, ભરતભાઇ સોલંકી, દેવશીભાઇ નંદાણીયાતથા ડ્રા. પો.કોન્સ. જગદિશભાઇ ભાટ તથા માળીયા પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. ભરતગીરી ગોસ્વામીતથા પો.કોન્સ. હિતેષભાઇ છેલાણા, રાકેશભાઇ રામ વગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

 

(1:53 pm IST)