Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

શ્રી સોમનાથ મંદિર - સરદાર ચોકમાં ધ્વજવંદન

 વેરાવળ - પ્રભાસપાટણ : દેશના આસ્થાનું ધામ સોમનાથ મંદિર ખાતે આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રભકિત કરી દેશ વિદેશના યાત્રીકો ધન્ય બન્યા. સોમનાથ મંદિર પરિસર ખાતે ધ્વજવંદન ગીર સોમનાથના પ્રોબેશનલ આઇપીએસ ઓમપ્રકાશ ચૌધરી દ્વારા કરવામાં આવેલ હતું. ત્યાર બાદ ભારતમાતા અને સરદારશ્રીનીઙ્ગ વંદના અને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે સોમનાથ સુરક્ષાના પી આઇ ચાવડા સહિત સ્ટાફ જેમાં પોલીસકર્મીઓ, એસ.આર.પી., જી.આર.ડી સાથે સોમનાથ ટ્રસ્ટ ના અધિકારી કર્મચારી અને સિકયોરીટી સ્ટાફ જોડાયો હતો. બહોળી સંખ્યામાં યાત્રીકો પણ આ પ્રસંગે જોડાયા હતા. આઇએએસ ચૌધરીએ ઉપસ્થીત સૌને શુભેચ્છા સંદેશ આપતા જણાવેલ કે, 'સોમનાથની સેવામાં લાગેલા મંદિર સ્ટાફ અને યાત્રીઓને ગૌરવદિન એટલે પ્રજાસત્તાની વ્યવસ્થા અમલી થઇ આ દિવસની શુભેચ્છા આપેલ. સૌને સમાન અધિકાર પ્રાપ્ત થયો અને આ દિવસે ખાસ બાબ સાહેબ આંબેડકર તથા સંવિધાન નિર્માતાઓને યાદ કરેલ હતા.ઙ્ગ પ્રજાતાંત્રીક દેશ તરિકે વિશ્વ ફલક પર ભારતદેશ ઉભરી આવેલ છે તે માટે સરદાર પટેલને યાદ કર્યા હતા. દેશની રક્ષા માટે જેઓએ બલિદાન આપેલ છે તે શહિદવિરોને યાદ કરેલ. રાષ્ટ્ર વિકસીત કરીએ કે ભારત વિશ્વનુ પ્રતિનિધિત્વ કરે તેવો આશાવાદ વ્યકત કરેલ હતો.'(૨૧.૩૩)

(12:42 pm IST)