Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

જન જન હિત માટે જે કહ્યું એનાથી સવાયુ વર્તમાન સરકારે કર્યું: જયેશ રાદડિયા

જુનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભેંસાણમાં ઉજવણી

જુનાગઢ : ભેંસાણ ખાતે આયોજીત પ્રજાસત્તાક પર્વની તસ્વીરી ઝલક. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

જૂનાગઢ તા. ૨૯ :  ૬૯માં પ્રજાસત્તાક પર્વની જૂનાગઢ જિલ્લાકક્ષાની ઉજવણી ભેસાણમાં ઉમંગભેર કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારી અને અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના વિભાગના કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લામાંથી આવેલા યુવાઓ, આગેવાનો અને વિદ્યાર્થીઓનું ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલ્યુ હતુ.

મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જિલ્લા પોલીસ, હોમગાર્ડ, મહિલા પોલીસ, એન.સી.સી., અશ્વદળ પોલીસની માર્ચપાસ્ટ પરેડનું નિરીક્ષણ પણ કર્યુ હતુ.

૬૯માં પ્રજાસત્ત્।ાક પર્વની શુભેચ્છા આપતા મંત્રીશ્રી રાદડીયાએ આ પ્રસંગે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, રવીશંકર મહારાજ, કનૈયાલાલ મુનશી, ડો. બાબા સાહેબ આંબેડકરનાં રાષ્ટ્ર ઘડતરમાં અમુલ્ય યોગદાનને યાદ કરી ગુજરાતનાં વિકાસ માટે જન જનની ભાગીદારીની સરાહના કરી હતી.

મંત્રીશ્રીએ આ તકે કહયું કે ભારતની આઝાદી માટેની ચળવળ માટે અને દેશને ગુલામીમાંથી મુકત કરવા વર્ષો સુધી પ્રતાપી વીર લડવૈયાઓએ શહીદી વ્હોરીને સંદ્યર્ષ કરીને દેશને આઝાદી અપાવી હતી. જુનાગઢ જિલ્લા આઝાદી સંગ્રામ આરઝી હકુમતને યાદ કરીને મંત્રીશ્રીએ સોરઠની જનશકિતને બીરદાવી હતી.

રાષ્ટ્રપર્વને વિકાસના પર્વ સાથે જોડવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિકાસનીતિને આવકારતા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત માટે કરેલા ઐતિહાસીક નિર્ણયોની માહિતી આપી નિર્ણાયક અને સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં લેવાયેલા અનેક જનહિતનાં કામોના નિર્ણયોની રૂપરેખા પણ આપી હતી.

મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાની શ્રી લાભશંકરભાઇ દવે અને  શ્રી કનકભાઇ ઉપાધ્યાયનું  સન્માન કર્યુ હતુ. એવોર્ડ વિજેતા દરબારગઢ માંગરોળનાં આચાર્યશ્રી મંજુલાબેન ડોડીયા અને કેશોદ હોમર્ગાર્ડના શ્રી બી.આર. કરંગીયા તેમજ પોલીસ પ્લાટુન કમાન્ડર શ્રી એન.બી.ચૈાહાણ, હોમગાર્ડ પ્લાટુન કમાન્ડરશ્રી આર.જે. શમા, સાંસ્કૃતિક કૃતિ માટે સરદાર વલ્લભભાઇ પટેલ શાળાની કૃષિની ટીમને, ફિઝીકલ પ્લાટુન માટે માધવ શૈક્ષણીક સંકુલ અને પ્રભાતફેરીમાં પે સેન્ટર શાળા ચણાકા તેમજ ટેબ્લો પ્રદર્શનમાં ૧૦૮ની ટીમને રનીંગ શિલ્ડ દ્વારા મંત્રીશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. વિવિધ શાળાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રસંગે આકર્ષિત સાંસ્કૃતિક  કાર્યક્રમો અને મંત્રીશ્રી તેમજ અધિકારીઓનાં હસ્તે મામલતદાર કચેરી ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતુ. 

ભેંસાણ તાલુકાના જુના ખાખરા હડમતિયાથી નવા ખાખરા હડમતિયા રોડના રૂ.૭૦ લાખના કામનું ખાતમુહૂર્ત મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભેસાણ તાલુકાનાં વિકાસના કામો માટે રૂ. ૨૫ લાખનો ચેક કલેકટર ડો. રાહુલ ગુપ્તાને મંત્રીશ્રી દ્વારા આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી હર્ષદભાઇ રીબડીયા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અને તાલાળા માર્કેટીંગ યાર્ડનાં ચેરમેનશ્રી કીરીટભાઇ પટેલ, ભેસાણનાં સરપંચશ્રી ભુપતભાઇ ભાયાણી, તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી વિજયાબેન રાદડીયા, જિલ્લા દુધ ઉત્પાદક સંદ્યનાં ચેરમેનશ્રી રામશીભાઇ ભેટારીયા, અગ્રણીશ્રી  ભાવેશભાઇ ત્રાપસીયા, શ્રી નટુભાઇ પોંકીયા, શ્રી ગાંડુભાઇ કથિરીયા, શ્રી મગનભાઇ સાવલીયા, શ્રી વજુભાઇ, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેનશ્રી ભીખાભાઇ ગજેરા, સહિત આગેવાનો, તેમજ જીલ્લાનાં કલેકટરશ્રી ડો. રાહુલ ગુપ્તા, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.કે.ઠેશીયા, જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિલેષભાઇ જાજડીયા, અધિક નિવાસી કલેકટરશ્રી પી.વી.અંતાણી,નાયબ વન સંરક્ષકશ્રી સેન્થિલકુમાર, આસીસ્ટન્ટ કલેકટરશ્રી દેવીલાલ, પ્રાંત અધિકારીશ્રી વાળા,  નાયબ કલેકટરશ્રી એચ.પી.જોષી, ઈનફોર્મેટીક ઓફીસર શ્રી અતુલભાઇ ખુંટી સહિત વિવિધ વિભાગોનાં અધિકારીઓ અને નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. હરેશ કાવાણી અને હારૂન વિહળે સંભાળ્યુ હતુ.

જૂનાગઢના જિલ્લાકક્ષાના પ્રજાસત્ત્।ાક પર્વની ભેંસાણ ખાતે થયેલ ઉજવણીમાં જૂનાગઢ જિલ્લા પોલીસ ધ્વારા આયોજીત શસ્ર પ્રદર્શન સૌના આકર્ષણું કેન્દ્ર બન્યુ હતુ.આ પ્રદર્શનમાં ૧૯૧૭ માં વિદેશમાં નિર્મિત લાઇટ મશીન ગન કે જેનો દિવ-દમણ મૂકિત સંગ્રામમાં ઉપયોગ કરાયો હતો તે ઉપરાંત પ્રતિ મીનીટ ૬૦૦ થી ૬૫૦ ગોળીઓ છોડતી ઇન્સાસ રીફીલ રાઇફલ લોકોએ રસપૂર્વક નિહાળી હતી.

જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ શસ્રાગારના એ.એસ.આઇ. શ્રી એચ.પી. પરમાર તથા શસ્રાગારના પોલીસ જવાનો ધ્વારા તૈયાર કરાયેલ આ હથિયાર પ્રદર્શનમાં વર્ષો જૂની થોમસન મશીન ગન જે પ્રતિ મીનીટ ૩૦૦ થી ૪૦૦ ગોળી છોડે છે તે પ્રદર્શીત કરવામાં આવી હતી

આ ઉપરાંત ૧૨ બોર પમ્પ રાઇફલ, સેલ્ફ લોડીંગ રાઇફલ, એ.કે. ૪૭, ૯ એમ.એમ. મશીનગન, ૩૮ બોર રીવોલ્વર સહિતના હથીયારો પ્રદર્શીત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન નિહાળવા આવેલા રમેશભાઇ પટેલે કહયુ કે, ભેંસાણના આંગણે અમે આવુ પ્રદર્શન પ્રથમવાર નિહાળી રહયા છીએ. અધતન હથિયારો નિહાળવાની અમને તક મળી છે.

વિનય મંદિર હાઇસ્કુલ ભેંસાણના વિધાર્થીઓ ધ્વારા રંગી પરોઢ આયે ખુશીયો સંગ લાયે નૃત્ય, ચણાકા પ્લોટ પે. સેન્ટર શાળા ધ્વારા વંદે માતરમ દેશભકિત ગીત, શ્રી કિષ્ના સ્કુલના છાત્રોએ ફીઝીકલ ડીસ્પલે, સાથે અજીબો શાન શહેનશાહ-જયજય કારા જય હો તેમજ ગુજરાતી ગીત લેરી લાલા અમે લેરી લાલા પર સરદાર વલ્લભભાઇ પટેલ શાળાના બાળકોના આ ગીત પર દર્શકો જુમી ઉઠયા હતા.

ન્યુ આલ્ફા શાળાના બાળકોએ પીરામીડ મ્યુઝીક, શ્રી માધવ સ્કુલ માં તુજે સલામ, ડ્રીમલેન્ડ શાળાના બાળકો વંદે માતરમ, સુનો ગૈાર સે ઝાંસી કી રાની, ભગવતી કન્યા વિધાલયના બાળકો ધ્વારા કલ્ચાર ડાન્સ, અને એન.બી. કન્યા વિધાલય જૂનાગઢની છાત્રાઓએ શિવાય નમઃ ની ધૂન સાથે રજુ કરેલ યોગ ને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ થી વધાવ્યા હતા.(૨૧.૧૩)

(9:36 am IST)