Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ધોરાજીના પાટણવાવમાં સિંચાઇ અને પીવા માટે ભાદર-નર્મદાનુ પાણી આપવા માંગણી

ધોરાજી તા. ર૮ : પાટણવાવ ગામને પિવા તથા સિંચાઇ માટે ભાદરડેમ અથવા નર્મદાયોજનાનુ પાણી આપવા પાટણવાવના ગ્રામજનોએ માગણી ઉઠાવી છે

ગ્રામજનોએ જણાવ્યું કે છેવાડાનું ગામડુ પણ ઓસમ ડુગરના કારણે દેશ વિદેશમાં પયટન ક્ષેત્રે પ્રસિધ્ધી મળી છે આ પાટણવાવ ગામ ઓસમ ડુગરના કાંઠે આવેલ છે આ પાટણવાવ ગામને આઝાદી કાળના સમયથી પાણીની સમસ્યાઓ હલ કરાઇ નથી ગ્રામજનોને ગામના તળાવ કુવા બોરથી પાણીની વ્યવસ્થા કરાઇ રહી છે ત્યારે સરકાર દ્વારા પાટણવાવ ગામને ભાદર ડેમ-ર અથવા નમદા યોજના હેઠળ પીવા તથા સિંચાઇ માટે પાણી આપવા માગણી કરાઇ છે.સરપંચ રેખાબેન પેથાણીએ જણાવ્યું  ગામની કુલ વસ્તી પ૭૦૦ લોકોની છે પાટણવાવ ગામના ૭૦ લોકો ખેતી આધારીત જીવન જીવે છે પાટણવાવ ગામમાં બોર કુવાથી પાણીની વિતરણ વ્યસ્થાઓ કરાઇ છે ત્યારે સરકાર દ્વારા પાટણવાવ ગામને ભાદર ડેમ-ર તથા નર્મદા યોજનાનું પાણી પિવા તથા સિંચાઇ માટે નહેર કરીને પાણીના પાટણવાવના પ્રશ્નો સરકાર હલ કરે તેવી માગણી કરી હોવાનું જણાવ્યું હતું. પાટણવાવ ગામના લકોોનો પાણી પ્રશ્નોનો રાજય સરકાર દ્વારા વહેલી તકે ઉકેલ આવે તેવી લોકોની માગણીઓ ઉઠવા પામી છે.

(11:49 am IST)