Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

NDPS એકટના ગુન્‍હામાં ફરાર આરોપીને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.

જામનગર,તા. ૨૮ : જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી NDPS એકટના ગુન્‍હાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી. ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર બી.એન.ચૌધરી પોલીસ સબ ઇન્‍સપેકટર જે.ડી.પરમારના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં રહેલ હતા.

દરમ્‍યાન એસ.ઓ.જી. સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ. અરજણભાઇ કોડીયાતર તથા સોયબભાઇ મકવા તથા ચંદ્રસિંહ જાડેજાને હકિકત મળેલ કે સીટી સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના બી. પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૨૨૨૧૮૦૯ ) એકટ કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ મુજબનો ગુન્‍હમાં નાસતા ફરતા આરોપી આસીફ મેમણ ઉર્ફે ગજુ ગાભો અબ્‍દુલ વહાબ વેવારીયા રહે. મોરકંડા રોડ સનસીટી -૧ શેરી નં.૪ વાળા હાલ શંકરટેકરી પાણીના ટાંકા પાસે ચોકમાં ઉભો હોય જેથી સદર જગ્‍યાએ જતા મળી આવેલ હોય હેડ કોન્‍સ. રમેશભાઇ ચાવડાએ હસ્‍તગત કરી આગળની કાર્યવાહી થવા માટે સીટી સી પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે.

(11:58 am IST)