Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ભાવનગરમાં તળાજા પાસેના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભીષણ ભાગ લાગી

ભાવનગર: અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં કાઠવા ગામે કોલ્ડ સ્ટોરેજ અને ફર્નીચરના ખાડાઓ આવેલા છે. અહી 3 ખાડામાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી છે. આગની જાણ થતા ભાવનગરથી ફાયરની ટીમ મોકલીદેવામાં આવી છે અને તળાજા નગરપાલિકાની ફાયર ટીમ પણ આગને કાબુમાં લેવા કામે લાગી છે.આ સાથે જ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડની ફાયર વિભાગની ટીમ સહીત કુલ 5 ટીમો કામે લાગી છે.

આ આગ ખુબ ભીષણ છે, જેના પરથી લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. આ આગને કોઈ પણ સંજોગોમાં કાબુમાં લેવા માટેના તમામ પ્રયત્નો હાલ શરૂ છે.

(1:14 pm IST)