Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

માળીયા હાટીના : સન્માન યોજાયું

માળીયા હાટીના : આદિ આચાર્ય પ્રખર પંડિત શ્રીરામાનુજાચાર્યજીએ શ્રીમદ ભગવદ્રીતા ભાષ્ય બ્રહ્મસુત્ર ઉપર શ્રીભાષ્ય જેવા મહાન ગ્રંથ રચેલ છે. તેમાં પીપલાણા સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી નીલકંઠચરણદાસજીએ ગીતાભાષ્યનું ગુજરાતીમાં ભાવાનુવાદ કરવા બદલ વડતાલ સ્વામીનારાયણ મંદિર ટેમ્પલ બોર્ડ અને સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમપ્રકાશદાજી સ્વામી તથા વડતાલ સ્વામીનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી સંત વલ્લભદાસજી સ્વામી વડતાલ ખાતે શાસ્ત્રી નીલકંઠચરણદાસજીને અભિનંદન પાઠવી સન્માન કરી બિરદાવેલ છે તે તસ્વીર.

(11:33 am IST)
  • કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજકીય સચિવ એન.આર.સંતોષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો : ગઈકાલ શુક્રવારે ઊંઘની ટીકડી ખાઈ લેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : સચિવની ખબર કાઢવા યેદીયુરપ્પા હોસ્પિટલે પહોંચ્યા : આત્મહત્યાની કોશિષ નું કારણ જાણવા પોલીસ તપાસ ચાલુ access_time 1:53 pm IST

  • ભડકાઉ ભાષણ દેવા બદલ અક્બરુદીન ઓવેસી અને તેલંગણા ભાજપ અધ્યક્ષ બાંદી સંજય વિરુદ્ધ કોર્ટ કેસ : હુસેન સાગર તળાવના કાંઠે મુકાયેલી પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ ,તથા એન.ટી.રામરાવની સમાધિ હટાવી દેવાની ચીમકી મુદ્દે બબાલ : હૈદરાબાદ મ્યુનિ. કોર્પોરેશન ચૂંટણી પ્રચારમાં સામસામા ભડકાઉ નિવેદનો કર્યા access_time 6:08 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST